37 C
Ahmedabad
Monday, May 6, 2024

મોડાસા : JCI નો શપથવિધિ કાર્યક્રમ જેસીઝ હોલમાં યોજાયો, પ્રમુખ દેવેશ એન્જિનીયર સેવાકીય કાર્યો માટે સંકલ્પ કર્યો


મોડાસા શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો અને રચનાત્મક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયાની મોડાસાચેપટ્ટરનો શપથવિધિ કાર્યક્રમ જેસીઝ હોલ ખાતે યોજાયો હતો પૂર્વ પ્રમુખ અલ્પેશ પટેલે મહેમાનોને આવકારતું સ્વાગત પ્રવચન કરી શપથવિધિ કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો આ કાર્યક્રમમાં શહેરના સેવાકીય અગ્રણીઓ ને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમ નું સંચાલન તથા 2021 વર્ષ નો પ્રવૃત્તિ અહેવાલ જેસી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદ આપ્યો હતો સન્માનિત મહાનુભાવો માં જેસિસ મિલ્ક કમિટી ના હોદ્દેદારો , નીલેશભાઈ જોશી , અમિતભાઈ કવિ , હેતલબેન , હેમંતભાઈ રાજ વણકર , ધર્મેન્દ્રસિંહ , પ્રવીણભાઈ પરમાર , જેસી અતુલ ભાઈ પટેલ , જેસી રવિભાઇ શાહ , લેડી જેસી ડાયરેકટર કાજલ એન્જીનિયર , તથા જેસિઆઇ માં નવા જોડાયેલ સભ્યો આકાશ ચાવડા , આશિષ નીજાનંદી , અનુરાગ ચાવડા , કૌશિક સુતરીયા , સાક્ષી પટેલ તથા નવા વરાયેલા પ્રમુખ દેવેશ એન્જીનિયર ના કુટુંબીજનો તથા સગા સબંધી તથા 2022 ની વરાયેલી નવી જેસિઆઇ મોડાસા ની ટીમ તથા મોડાસા નગર ના નગર જનો હાજર રહ્યા હતા. સભારંભ માં મુખ્ય મહેમાન જેસીસ મિલ્ક કમિટી ના ચેરમેન નવનીત ભાઈ પરીખ , કી નોટ સ્પીકર જેસી હિમાંશુ ભાઈ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર જેસી ભાવિકભાઈ ગૌસ્વામી , તથા જેસી રાજેશભાઈ રામજીયાણી , જેસી મુકુંદભાઇ શાહ , જેસી ધર્મેન્દ્ર ત્રિવેદી ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . ઉપસ્થિત નગરજનો એ કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.

Advertisement

સન્માન બાદ વર્ષ 2022 ના પ્રમુખ તરીકે જેસી વેશકુમાર રૂચિરભાઈ એન્જીનિયરે શપથ ગ્રહણ કર્યા , તેમની સાથે સેક્રેટરી ધર્મેન્દ્ર ત્રિવેદી , ખજાનચી રવિ શાહ , તથા વર્ષ 2022 ની નવી ટીમે શપથ ગ્રહણ કર્યા . શપથ ગ્રહણ કર્યા બાદ પ્રમુખ જેસી દેવેશ એન્જીનિયરે વર્ષ 2022 માટે ના કરવામાં આવનાર કાર્યો ની રૂપરેખા આપી અને મોડાસા ની સર્વ સમાજ ની જનતા ને લાભ થાય તેવા કાર્યક્રમ કરવાની ખાતરી આપી . અને અંત માં પ્રમુખ જેસી દેવેશ એન્જીનિયરે આ શપથગ્રહણ સમારોહ ને તેમના પિતાજી સ્વ રૂચિરભાઈ એન્જીનિયર ને યાદ કરીને તેમને સમર્પિત કર્યો હતો . અને પ્રમુખ તરીકે વિશ્વાસ મુકવા માટે જેસિસ મિલ્ક કમિટી ના સભ્યો તથા જેસિઆઇ મોડાસા ના સભ્યો નો આભાર માન્યો હતો.અને ભૂતપૂર્વ પ્રમુખ જેસી રાજેશભાઈ રામજીયાણી એ આભારવિધિ કરીને સર્વે નો આભાર માન્યો હતો .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!