34 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ખેડૂતોમાં આનંદ : મેશ્વો ડેમમાંથી 25 ક્યુસેક પાણી નદીમાં છોડાયું , 90 દિવસ સુધી પાણી છોડવામાં આવશે, કુવા અને બોરના સ્તર ઉંચકાશે


ઉનાળો આકારો બન્યો છે જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના અને રોજિંદી વપરાશના પાણીની તંગી સર્જાઈ છે ગત વર્ષે નહિવત વરસાદ થતા અને ધોમધખતા ઉનાળામાં કુવા અને બોરમાં પાણીના સ્તર તળિયે જતા ખેડૂતોને ખેતી માટે અને પશુપાલકોને પશુઓ માટે પાણીની ભારે તંગીથી ખેડૂતો નિઃસહાય બન્યા છે ત્યારે મેશ્વો ડેમમાંથી બુધવારે 25 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો ડેમમાંથી પાણી છોડાતા જીલ્લા ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ સતત થતા આખરે જવાબદાર તંત્રએ બુધવારે 25 ક્યુસેક પાણી છોડતા નિર્જીવ બનેલી મેશ્વો નદી સજીવ બની હતી મેશ્વો ડેમમાંથી સતત 90 દિવસ 25 ક્યુસેક પાણી છોડવામાં આવશે મેશ્વો નદીમાં પાણી છોડતા નદી કિનારાની આસપાસના કુવા અને પાણીના સ્તર ઉંચા આવતા ખેડૂતોનો ખેતરમાં ધોમધખતા તડકામાં બળતા પાકને નવજીવન મળી રહેશે ભર ઉનાળે પાણી છોડવામાં આવતા પશુ પંખીઓને પણ કાળઝાળ ગરમીમાં રાહત મળી રહશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!