32 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસકર્મી મેઘરજના ભંગારના વેપારીની ગાડી અટકાવી દમદાટી આપી બેફામ ગાળો બોલતી ઓડિયો કલીપ વાયરલ


અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સતત જીલ્લામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને લીધે ખાખીની ખરડાયેલ છાપને સ્વચ્છ બનાવવા પ્રયત્નીશીલ છે. બીજીબાજુ આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ સુધારવાનું નામ જ નથી લઇ રહ્યા નોકરીના ભોગે પણ બુટલેગરો અને અસામાજીક તત્ત્વો સાથે પોલીસ ધર્મ ભૂલી ભાઈબંધી નિભાવી રહ્યા છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ ભંગારના વેપારીને ધમકી આપતી અને બેફામ ગાળો બોલતી ઓડિયો કલીપ વાયરલ થતા આ અંગે SP સંજય ખરાત તપાસ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. આ અંગે જીલ્લા પોલીસવડાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અગમ્ય કારણોસર સંપર્ક થઇ શક્યો ન હતો.

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સતત વિવાદમાં રહે છે હજુ તો વિદેશી દારૂ ભરેલી કાર પકડ્યા પછી બુટલેગર પાસે રૂપિયા માંગતી ઓડિયો ક્લિપની શાહી હજુ સુકાઇ નથી ત્યારે વધુ એક પોલીસકર્મી ભંગારના વેપારીને બિભસ્ત અને ગંદી ગાળો બોલાતી ઓડિયો કલીપ વાયરલ થતા ભારે ચકચાર મચી છે પોલીસની દાદાગીરી થી સમસમી ઉઠેલા ભંગારના વેપારીએ જીલ્લા પોલીસવડા સંજય ખરાતને લેખિત રજુઆત કરી રૂરલ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા એક પોલીસકર્મીએ ભંગાર ભરેલી ગાડી છોડવા 50 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો આ પોલીસકર્મી તોડપાણી કરવામાં અને રેડ દરમિયાન તપાસમાં નીલ બતાવવામાં નિપુણ હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે. (મેરા ગુજરાત સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો કલીપની પુષ્ટિ કરતુ નથી)

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજમાં ભંગારનો મોટા પાયે ધંધો કરતા વેપારીની થોડા દિવસ અગાઉ ભંગાર ભરેલી ગાડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેશરપુરા ચોકડી નજીક પસાર થતા બ્રેઝા કારમાં રહેલો શખ્સે પીછો કરી અટકાવી હતી અને બિલ્ટી માંગતા ડ્રાઇવરે સમગ્ર ઘટના અંગે વેપારીને જાણ કરતા વેપારીએ 112 ની મદદ માંગી હતી આ ઘટનાના 2 કલાક પછી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને શૂરાતન ચઢ્યું હોય તેમ વેપારીને બેફામ ગાળો બોલવાની સાથે વોટસઅપ કોલ પર 50 હજારની માંગણી કરતા અને પૈસા નહીં આપે તો કોઈ પણ ગુન્હામાં ફસાઈ દેવાની ધમકી આપતા વેપારી ફફડી ઉઠ્યો હતો આખરે ભંગારના વેપારીએ આ પોલીસકર્મીને પાઠ ભણાવવા ઓડિયો કલીપ વાયરલ કરતા પોલીસની આબરૂની ધૂળધાણી થઇ હતી આ અંગે વેપારીએ જીલ્લા પોલીસવડાને 6 દિવસ અગાઉ લેખિત અરજી પણ આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!