37 C
Ahmedabad
Monday, May 13, 2024

મોડાસા આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જવા મામલે AIMIM દ્વારા HNGU ખાતે કુલપતિને રજૂઆત


મોડાસા આર્ટ્સ કોલેજમાં યોજાયેલી F.Y.B.A અને S.Y.B.A ની પરીક્ષાથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ઘટતું કરવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. મોડાસા નગર પાલિકાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન તેમજ તેમની ટીમ દ્વારા યુનિવર્સિટી ખાતે કુલપતીને રજૂઆત કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહીં તે અંગે રજૂઆત કરી હતી.કોરાના કાળમાં અનેક લોકોના રોજગાર ભાંગી પડ્યા જેને લઇને કેટલાય પરિવારોને ગુજરાન ચલાવવાના ફાંફા પડી ગયા હવે શાળા-કોલેજ શરૂ થઇ ચૂકી છે ત્યારે કેટલાક પરિવારોને શાળા – કોલેજની ફી ક્યાંથી ભરવી તે એક સવાલ છે. મોડાસાની આર્ટ્સ કોલેજમાં F.Y.B.A અને S.Y.B.A ની પરીક્ષામાં 150 જેટલા વિદ્યાર્થીઓને ફી બાકી હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવતા આ અંગે 20 એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જો કે આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થતાં યુનિવર્સિટી ખાતે કુલપતિને રજૂઆત કરાવમાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!