34 C
Ahmedabad
Friday, May 17, 2024

મોડાસા : સિદ્ધિ વિનાયક મંદિરમાં બિરાજમાન બાપ્પાને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરાયા


મોડાસા નગરના આસ્થાના પ્રતીક એવા પ્રાચીન મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરાયા,દર્શનાર્થીઓ નું ઘોડાપુર ઉંમટયું

Advertisement

મોડાસા નગરના ડીપ વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરમાં વિઘ્નહર્તા ભગવાન ગણપતિ દાદાની મનોહર મૂર્તિને આજે લાખ્ખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કિંમતી ઉવર્ણ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે ઝીણોધ્ધાર કાર્યરંભ યોજાઈ રહેતા મંદિર ટ્રસ્ટીઓ તેમજ શ્રદ્ધાળુઓ ભગવાન ગણપતિ દાદાને સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાં જોવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ ઉત્સવ ને મંદિર સહિત પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે વહેલી સવાર થી જ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

મંદિરનો પરિચય
મોડાસાના ધુણાઇ રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં લોકોની આસ્થા છે, અંદાજે 300 વર્ષ આ મ્ંદિર પૌરાણિક માનવામાં આવે છે, વર્ષો પહેલા મંદિર એક નાની ડેરી સમાન હતું ત્યારબાદ લોકોની આસ્થા વધતા દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો અને ધીરે-ધીરે મંદિરને વિકસાવવામાં આવ્યું. દરવર્ષે હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થીનો ભવ્ય મહોત્સવ પણ ઉજવવામાં આવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!