32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

હની ટ્રેપ : યુવક સમજ્યો પ્રેમ કરે છે, ‘સુંદરી’ એ લાખો રૂપિયા ખંખેરી લીધા, ધનસુરા પંથકનો યુવક બન્યો શિકાર


ફિલ્મી દુનિયાના રવાડે ચઢી અનેક યુવાનો બરબાદ થઇ ચુક્યા છે ફિલ્મની હિરોઈનની સુંવાળી સંગત માણવા યુવકો લાખ્ખો કરોડો રૂપિયા ગુમાવી ચુક્યા છે કેટલાક પૈસાદાર નબીરા કેટલીક ફિલ્મી હિરોઈન માટે કમાવું દીકરા હોય તેમ તેમનો ઉપયોગ કરી ફેંકી દેતા હોય છે માલેતુજાર નબીરાઓ હિરોઈનોને કરોડો રૂપિયાની ગીફ્ટ સોગાદો આપતા હોય છે ત્યારે ધનસુરા તાલુકાના ચોગમડા કંપાના યુવકને ગુજરાતી આલ્બમની હિરોઈન યશ્વી પટેલે પ્રેમજાળમાં ફસાવી લાખ્ખો રૂપિયા ખંખેરી ઠેંગો બતાવતા આબાદ છેતરપિંડીનો ભોગ બનેલ યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

Advertisement

Advertisement

મોજશોખ શોખ પુરા કરવા અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવવા માટે ગુજરાતી આલ્બમ ની એક અભિનેત્રી એ અરવલ્લી ના ધનસુરા ના એક યુવક ને પ્રેમ જાળ માં ફસાવી લાખો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યુ છે અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકામાં જિલ્લામાં પ્રથમ હની ટ્રેપની ઘટના સામેં આવી છે જેમાં ધનસુરાના ના જીનેશ પટેલ નામના યુવક ને ઇન્સ્ટાગ્રામ માં ગુજરાતી આલ્બમ ની અભિનેત્રી યશ્ચિ (યશવી) પટેલ સાથે મિત્રતા થઈ હતી ત્યારે બાદ યુવક જીનેશ પટેલ અભિનેત્રી યશ્વિ પટેલ ના પરિવાર ને મળ્યો હતો અભિનેત્રી એ યુવક ને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથેજ કરીશ તેવું કહી પ્રેમ જાળ માં ફસાવ્યો હતો

Advertisement

Advertisement

મોડલ યશ્વી પટેલે જીગ્નેશ પટેલ ને પ્રેમ જાળ માં ફસાવ્યા બાદ તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી અને બંને જણા થોડા સમય બાદ લગ્ન કરી લઈશુ તેવું કહી યુવક પાસે થી રૂપિયા ખંખેર વાના ચાલુ કર્યા શોપીંગ ના બહાને , ફી ફરવાના બહાને , પપ્પા બીમાર છે તેવું કહી યુવક પાસે થી 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે ત્યાર બાદ અભિનેત્રી દ્વારા અવાર નવાર રૂપિયા ની મંગણીઓ કરવામાં આવતા યુવક પોતાને છેતરાતો હોવાનું જણાઈ આવતા યુવકે અભિનેત્રી ની માંગણીઓ પુરી કરવાનું બંધ કરી દેતા અભિનેત્રી એ યુવક નો સંપર્ક બંધ કરી દીધો હતો ત્યાર બાદ યુવક નાસીપાસ થઈ જતા સામાજિક આગેવાનો અને સામાજિક યુવાનો એ હિમ્મત આપતા તેને ધનસુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો ત્યાર બાદ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાવી હતી

Advertisement

Advertisement

SP સંજય ખરાતે શું કહ્યું વાંચો
આ મામલે અરવલ્લી પોલીસે હનીટ્રેપ માં ફસાવી યુવક પાસે થી રૂપિયા ખંખેરનાર અભિનેત્રી યશ્ચિ પટેલ સહિત અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી હની ટ્રેપ ની ગેંગ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અરવલ્લી જિલ્લામાં આવા અન્ય કોઈ યુવકો હની ટ્રેપ ના શિકાર થયા હોય તે અરવલ્લી પોલીસ નો સંપર્ક કરે ભોગ બનનાર નું નામ ગોપનીય રાખવામાં આવશે તેવી અપીલ અરવલ્લી જિલ્લા પોલીસવડા એ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!