33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લીની 3 બેઠક પર સૌની નજર : સ્વ. MLA અનિલ જોષીયારાના પુત્ર કેવલની થોભો અને રાહ જોવોની નીતિ : ભાજપમાં જોડાવવાનું હજુ નક્કી ન હોવાનું રટણ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ભલે સરકાર ચૂંટણી સમયસર થવાનું ગાણું ગાઈ રહી હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસાધારણ નિર્ણય લઈ અનેકવાર રાજકીય આંચકો આપી ચુક્યા છે ગુજરાતમાં ભાજપ 150 વિધાનસભા બેઠકો પર કબ્જો કરવા તાડામાર તૈયારીઓ અને એડીચોટીનું જોર લગાવી રહ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ભલે અન્ય રાજકીય પક્ષના લોકોને ભાજપ પર પ્રવેશ નહીં ની વાતો કરી રહ્યા હોય જાણે કોંગ્રેસને તોડવા ભરતી મેળો કરી રહ્યા હોય તેમ સતત કોંગ્રેસના ધારાસભ્યો,અગ્રણીઓ અને કાર્યકરોને હોંશે હોંશે આવકારી રહ્યા છે કોંગ્રસને કદ પ્રમાણે વેતરી રહ્યા છે ભિલોડા-મેઘરજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ર્ડો.અનીલ જોષીયારાનું કોરોના સંક્રમણમાં મોત થતા તેમની લોકપ્રિયતા અને સહાનુભૂતિનો ફાયદો થાય તે માટે તેમના પુત્ર કેવલ જોષીયારાને ભાજપમાં સામેલ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે. બીજીબાજુ કેવલ જોષીયારા કેસરી ખેસ ધારણ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સ્વ.ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડતા આ અંગે મેરાગુજરાતે કેવલ જોષીયારા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ કોંગ્રેસમાં જ છું અને ભાજપ સાથે જોડાવવાની વાત અફવા છે અને હજુ આ અંગે કોઈ નિર્ણંય કર્યો ન હોવાનું જણાવ્યું હતું અને આવતીકાલે ભાજપમાં નહીં જોડાય તેવું સ્પષ્ટ જણાવ્યું હતુંમોદી લહેર વચ્ચે પણ અરવલ્લી જીલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હતો ભિલોડા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને છેલ્લી 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ર્ડો.અનિલ જોષીયારા વિજેતા બન્યા હતા ભિલોડા-મેઘરજ મતદારોમાં ધારાસભ્ય અનિલ જોષીયારા ભારે લોકપ્રિયતા ધરાવતા હોવાથી તેમની સામે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ પટેલનો પણ ગજ વાગ્યો ન હતો ગત વિધાનસભામાં ભાજપ આઇપીએસ અધિકારી પી.સી.બરંડાને મેદાનમાં ઉતાર્યા હતા તેમનો પણ કારમો પરાજય થયો હતો ત્યારે કોંગ્રેસના ગઢ સમાન બેઠક ભાજપ કબ્જો જમાવવા કેવલ જોષીયારાને ભાજપમાં લાવવા અથાગ પ્રયત્નો આદર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!