31 C
Ahmedabad
Monday, May 6, 2024

ગાંધીનગર : મોડાસાના ઉમેદપુરના યુવાનને વિશેષ સેવા બદલ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સર્વશ્રેષ્ઠ સન્માન


દેશમાં આવી પડેલી કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે.કોરોના કહેર વચ્ચે જ્યારે પોતાના લોકો પોતાના સ્વજનો ને છોડી મૂકતા હતા તેવામાં મહામારીના ડર વગર ઉમેદપુરના વતની સિનિયર પત્રકાર તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા નિકુલ પટેલે અનેક લોકોના જીવ બચાવ્યા હતા જેને લઇ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમને કોરોના વોરિયર્સ નું સન્માન આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.પરંતુ હવે કોરોના મહામારી બાદ પણ કિડની,કેન્સર જેવી ઘાતક બિમારીથી પીડાતા લોકો અને જન્મ જાત બીમારી સાથે જન્મતા બાળકોની સારવાર માટે પણ નિકુલ પટેલે સિંહ ફારો ભજવી અનેક લોકોની સારવાર માટે મદદ કરેલી છે જેની નોંધ સરકાર થી દેશની ઉચ્ચ સંસ્થાઓ દ્વારા પણ લેવામાં આવી છે.દેશની નામાંકીત સંસ્થા દ્વારા આપવામાં આવતા એવોર્ડ થી નિકુલ પટેલને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે.ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબલીક હેલ્થ દ્વારા નિકુલ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.જ્યાં ખ્યાતનામ હસ્તીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.કોરોના સહિત ગંભીર બીમારીના દર્દીઓની મદદ ને લઈ નિકુલ પટેલને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડાયરેકટર ડૉ.દિલીપ માલવંકર દ્વારા આ એવોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ કામગીરીને લઈ બિરદાવવામાં આવ્યા હતા.મહત્વનું છે કે નિકુલ પટેલ દ્વારા અનેક લોકોની મદદ કરવામાં આવી છે.ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓની કોઈપણ જાતની આશા વિના સેવા કરી અનેક લોકોની મદદ કરી છે.હજારો લોકોની સારવારમાં મદદ કરી ઉત્તમ કામ કર્યું છે. મહત્વનું છે કે આ પહેલા પણ મુખ્યમંત્રી દ્વારા નિકુલ પટેલને એવોર્ડ એનાયત કરાયો હતો.પહેલા કોરોના વોરિયર્સ અને હવે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!