41 C
Ahmedabad
Sunday, May 26, 2024

હિંમતનગર ગ્રામ્ય પોલીસે માનવતા મહેકાવી: ગાંધીનગર સોજા ગામના પરિવારથી વિખુટા પડેલા મુકબધીર યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું


હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ કોમલ રાઠોડને તાજપુરી ગામમાં માનસિક અસ્વસ્થ અને દિવ્યાંગ અજાણ્યો યુવક ફરતો હોવાની માહિતી મળતા પોલીસને તાજપુરી ગામે મોકલી યુવકને પોલીસ સ્ટેશન લાવતા યુવક પરિવારથી વિખૂટો પડ્યો હોવાનું જાણ થતા સોશ્યલ મીડિયામાં યુવકના ફોટા મારફતે ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના સેજા ગામે રહેતા પરિવારનો સંપર્ક કરી તેના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા ત્રણ દિવસથી ગુમ થયેલ માનસિક અસ્વસ્થ દિવ્યાંગ યુવક પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના સેજા ગામનો 20 વર્ષીય યુવક નિલેશ નાગરજી ઠાકોર જન્મથી માનસિક અસ્વસ્થ અને દિવ્યાંગ છે ત્રણ દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયો હતો અને હિંમતનગરના તાજપુરી ગામમાં પહોંચતા ગામમાં અજાણ્યા દિવ્યાંગ યુવક ફરતો હોવાની જાગૃત નાગરિકે હિંમતનગર ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ તાજપુરી ગામે પહોંચી યુવકને પોલીસ સ્ટેશન લઇ આવી ચા-નાસ્તો કરાવી તેના પરિવારજનો અંગે પૂછપરછ કરતા માનસિક અસ્વસ્થ યુવક પાસેથી પરિવારજનોની માહિતી ન મળતા પોલીસે આખરે સોશ્યલ મીડિયામાં દિવ્યાંગ યુવકના ફોટા વાયરલ કરતા આ ગુમ યુવકના મામાએ પોલીસનો સંપર્ક કરી યુવક તેનો ભણો થતો હોવાનુ જણાવી ગુમ યુવકની માતા સાથે હિંમતનગર પોલીસ સ્ટેશને પહોંચતા દિવ્યાંગ યુવકનું પરિવાર સાથે મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
હિંમતનગર ગ્રામ્ય પીએસઆઈ કોમલ રાઠોડે સોશ્યલ મીડિયા મારફતે માનસિક અસ્વસ્થ અને દિવ્યાંગ યુવકને તેના પરિવારજનો સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!