40 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલ્લી જિલ્લામાં પ્રી-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર, 24 કલાક કંટ્રોલ રૂમ થશે કાર્યરત


અરવલ્લી જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર

Advertisement

તમામ તાલુકાના અને જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ થશે

Advertisement

વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા ડૉ. નરેન્દ્રકુમાર મીના ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.જેમાં દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર ધ્વારા ,શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર ધ્વારા અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ ધ્વારા ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું. જેમાં જીલ્લા ના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો.

Advertisement

બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ ધ્વારા વાયરલેસ થી દર બે કલાકે સ્થિતિ ની જાણકારી આપવા અને તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું.તેમણે મામલતદારોને દરેક ગામોની અગત્યના વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જીલ્લા મત્સ્યઉદ્યોગ વિભાગ તાલુકા મામલતદાર ને બોટો અંગેની અધતન માહિતી પૂરી પાડવા જણાવ્યું હતુંજિલ્લાના તમામ તાલુકાઓમાં તથા જીલ્લાનો કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ કરવા ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું જ્યાં નદી કિનારાના ગામો ,તરવૈયાનું લીસ્ટ ,પ્લાન ની નકલ ,સાધનો ની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતું

Advertisement

અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં તાલુકા વાઈઝ નુકશાન સર્વેની ટીમો ની રચના થાય અને દરેક નગરપાલિકા ફાયર બ્રિગેડ ધ્વારા આપદામીત્રો ને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. જયારે ચોમાસા પહેલા દરેક તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓને સતર્કતા દાખવાની કામગીરી કરવા જણાવ્યું હતું

Advertisement

બેઠકમાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.પરમાર , જિલ્લા ગ્રામવિકાસ નિયામક દાવેરા, પ્રાંત અધિકારીઓ, તમામ મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!