31 C
Ahmedabad
Friday, May 17, 2024

મોડાસા : ફ્લેટના માલિકે ફાર્માસીસ્ટને ફ્લેટ વેચાણ કબ્જા કરાર કરી આપી 10 લાખ પડાવી લીધા, ફ્લેટ અન્ય વ્યક્તિને પધરાવી દીધો


મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ ઉમિયા ટાઉનશીપમાં ફ્લેટ ધારકે લીંબોદરા આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા ફાર્મસીસ્ટને વેચાણ કબ્જા કરાર કરી આપી 10 લાખ રૂપિયા લઇ લીધા પછી ફ્લેટ માલિકે હીરાપુર કંપાના મહિલાને ફ્લેટ બરોબર વેચાણ કરી દીધો હતો જે અંગે ફાર્મસીસ્ટને જાણ થતા તેમને ફ્લેટ માલિક પાસે રૂપિયા પરત માંગતા ફ્લેટ માલિક ગલ્લા તલ્લા કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આખરે ફાર્માસિસ્ટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement

મોડાસાની નાલંદા-2 સોસાયટીમાં રહેતા શૈલેન્દ્રસિંહ નટવરસિંહ બિહોલા લીંબોદરા આયુર્વેદિક દવાખાનામાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવે છે તેમને મોડાસા ઉમિયા ટાઉનશીપમાં ફ્લેટમાં બી/101 ના માલિક પિયુષ તુલસીભાઇ પટેલ (રહે,વાવકંપા-મેઘરજ) પાસેથી 5 વર્ષ અગાઉ 10 લાખ રૂપિયામાં ફ્લેટ વેચાણ લીધો હતો જે અંગે પિયુષ પટેલે રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર વેચાણ કબ્જા કરારનો બાનાખત કરી આપ્યા પછી તેમને એક મહિનામાં દસ્તાવેજ અને ફ્લેટ ખાલી કરી આપવાનો વાયદો કર્યા પછી ફ્લેટનો દસ્તાવેજ કરી આપવામાં ગલ્લાંતલ્લાં કરી આ ફ્લેટ હિરાપુર કંપા ગામની મહિલાને બરોબાર વેચી દીધો હતો જે અંગેની જાણ શૈલેન્દ્રસિંહ બિહોલાને થતા તેમને પિયુષ પટેલ પાસે ફ્લેટના પૈસા પરત માંગતા પૈસા પરત નહીં આપતા આખરે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!