33 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી : મોડાસાની કે.એન.શાહ અપર પ્રાયમરી ગ્રાન્ટેડ સ્કૂલમાં નિયમોની ઐસી કી તૈસી, “શાળા ચલાવવા ફી લેવા છે”, સાંભળો શું કહ્યું


અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ કથળી છે, તેનો પુરાવો છેલ્લા બે દિવસમાં અલગ અલગ ઘટનાઓ પરથી કહી શકાય. 6 મે ના રોજ મોડાસાની કે.એન.શાહ અપર પ્રાયમરી ગ્રાન્ટેડ સ્કૂલમાં 1800 રૂપિયા ફી લેવામાં આવતી હોવાને લઇને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, આ સમગ્ર ઘટનાને લઇને શિક્ષણ વિભાગ હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગે છે. આ બાબતની ગંભીરતાને લઇને વાલીઓએ જિલ્લા શિક્ષણ વિભાગને લેખિતમાં અરજી આપી છે અને આ બાબતે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. 

Advertisement

6 મે 2022 ના રોજ વહેલી સવારે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરિણામ લેવા માટે મોડાસાની કે.એન.શાહ અપર પ્રાયમરી ગ્રાન્ટેડ સ્કૂલમાં પહોંચ્યા હતા, જ્યારે તેઓને કહેવામાં આવ્યું કે, પહેલા ફી ભરો અને પછી પરિણામ લઈ જાઓ, આ સાંભળી જ વાલીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. એક પછી એક વાલીઓ સામે આવ્યા કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ તો ફી પણ ભરી દીધી હતી, જે શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ ગેરકાયદે કહી શકાય. આ બાબતે શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઇપણ પ્રકારની ફી લેવાની જોગવાઈ નથી. તેમાં માત્ર શિક્ષણ, પરીક્ષ અને સત્ર ફી મળી અંદાજે 500 રૂપિયા જેટલી જ વાર્ષિક ફી થતી હોય છે પણ અહીં એક સત્રમાં 1800 રૂપિયા જેટલી ફી લેવાતી હોવાની વાતોને લઇને વાલિઓએ હોબાળો મચાવ્યો હતો.

Advertisement

ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી ઉઘરાવવા મામલે વાલીઓએ શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કરી
જે રીતે મોડાસાની કે.એન.શાહ અપર પ્રાયમરી ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી લેવામાં આવતી હતી તેને લઇને વાલીઓએ શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કરી છે, જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 1800 રૂપિયા ફી લેવામાં આવી છે. શાળામાં અંદાજે અઢીસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે 4,50,000 રૂપિયા એક સત્ર ની ફી થાય ત્યારે આ પ્રકારે ફી ઉઘરાવી ગ્રાન્ટેડ સ્કૂલના નામે શાળાઓમાં ધંધો શરૂ કરી દીધો હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

DEO એ પાસે મીડિયા અહેવાલ અને વાલીઓના નિવેદન હોવા છતાં અરજીની રાહ જોઈ !!
કે.એન.શાહ અપર પ્રાયમરી ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી ઉઘરાવાતી હોવાને લઇને મીડિયાએ જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, જો કોઇ વાલી અરજી આપે તો આ બાબતે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. આ પહેલા મીડિયા અહેવાલ અને વાલીઓનો હોબાળાના દ્રશ્યે શિક્ષણ વિભાગ પાસે પહોંચી ગયા હતા તેમ છતાં કાર્યવાહી કરવામાં ઢીલું કેમ મુક્યું તે પણ સવાલ છે. હવે શિક્ષણ વિભાગને વાલીઓએ અરજી આપી દીધી ત્યારે ક્યારે અને કેવી કાર્યવાહી કરાશે તે એક સવાલ છે. કારણ કે, સરકારની ગ્રાન્ટ લેવાય છે અને પાછી વાલીઓ પાસે 1800 રૂપિયા ફી પણ વસૂલાય છે, આ તો કેવી નીતિ…?

Advertisement

Advertisement

લ્યો બોલો… શાળાના ક્લર્ક એ વાલીઓના હોબાળાથી સ્વીકાર્યું કે, “શાળા ચલાવવા ફી લેવાય છે…”
વાલીઓ તો કહેતા જ હતા કે, ફી લેવાય છે અને કેટલાક વાલીઓએ ફી પણ ભરી દીધી. પણ જ્યારે વાલીઓએ સવાલો કર્યા ત્યારે શાળામાં પરિણામ આપતા અને ફીનું સંચાલન કરતા કર્મચારીએ આખરે સ્વીકાર્યું કે, શાળા ચલાવવા માટે ફી લેવામાં આવે છે, ત્યારે હવે શાળાના જ કર્મચારીએ સ્વીકારેલા આ વીડિયોના આધારે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.. સાંભળો શું કહે છે કર્મચારી..

Advertisement

Advertisement

જે વાલીઓએ અત્યારસુધીમાં ફી ભરી છે તેમને ફી પાછી મળશે કે, ગઈ…!!! 
6 મે ના રોજ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે હવે સવાલ એ થાય છે કે, આ પહેલા અત્યાર સુધીમાં કેટલા વાલીઓ પાસેથી ફી લેવામાં આવી હશે અને અને જે વાલીઓએ ફી ભરી હશે તેમને ફી પરત મળશે કે નહીં તે એક સવાલ છે. કારણ કે, ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી લેવાની જોગવાઈ નથી તો હાલ ફી લેવાની ઘટના સામે વાલીઓના હોબાળા પછી સામે આવી છે. આ પહેલા કેટલા વાલીઓ પાસેથી ફી લેવામાં આવી હશે…?

Advertisement

શિક્ષણાધિકારીએ તો કહ્યું જ કે ફી તો ના જ લેવાય.. સાંભળો શું કહ્યું હતું..

Advertisement

મેરા ગુજરાતની અપીલ, જો અન્ય કોઇ વાલીઓએ ફી ભરી હોય તો તાત્કાલિક જિલ્લા શિક્ષણ વિભાગનો સંપર્ક કરે અને જો શિક્ષણ વિભાગ ન સાંભળે તો મેરા ગુજરાતનો સંપર્ક કરે… meragujarat2022@gmail.com

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!