27 C
Ahmedabad
Monday, May 13, 2024

વોન્ટેડ રાજસ્થાની બુટલેગરની વધુ એક દારૂની ખેપને સાબરકાંઠા LCB એ નિષ્ફ્ળ બનાવી : દેરોલ નજીક કારમાંથી 1.52 લાખના દારૂ સાથે દબોચ્યો


સાબરકાંઠા જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો સતત વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યા છે સાબરકાંઠા પોલીસ પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે દોડાદોડી કરી રહી છે સાબરકાંઠા એલસીબી પોલીસે દેરોલ ગામ નજીક સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી 1.52 લાખના દારૂ સાથે રાજસ્થાનના બુટલેગર પ્રકાશચંદ્ર મરતાજી ડામોરને ઝડપી લીધો હતો કારમાં સવાર એક બુટલેગર ખેતરમાં ખોવાઈ ગયો હતો બુટલેગર પ્રકાશચંદ્ર સામે અગાઉ મહેસાણાના વસઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુન્હો નોંધાઈ ચુક્યો છે.

Advertisement

સાબરકાંઠા એલસીબી પીઆઈ મહીપતસિંહ ચંપાવત અને તેમની ટીમે હિંમતનગર-વિજાપુર રોડ પર પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન તરફથી સ્વીફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂ ભરીને વિજાપુર તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દેરોલ ગામની સીમમાં નાકાબંધી કરી વાહનોની તપાસ હાથધરાતા સ્વીફ્ટ ડિઝાયર રોડ પર ઉભી રાખતા એક બુટલેગર ફરાર થઈ ગયો હતો પોલીસે કાર ચાલક બુટલેગર પ્રકાશચંદ્ર મરતાજી ડામોરને દબોચી લઇ કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-બિયર 852 નંગ કીં.રૂ.152100/- અને કાર મળી 4.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રકાશચંદ્ર ડામોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!