32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

જળ મંદિરો બનાવવા વચ્ચે ‘જડ’તંત્ર ની કરામત….!!! આમ કેવી રીતે પાણી બચાવાશે, ભિલોડાના મોટા કંથારિયા પાસે કેનાલ લીકેજ


હાલ સરકાર દ્વારા પાણી બચાવવા માટે જળ મંદિરો બનાવવાના પ્રયાસો કરી રહી છે, વિવિધ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે, અને જળમંદિરો બનાવી જળ શ્રી કૃષ્ણ ના જપ કરવા માંગે છે, પણ ‘જડ’ તંત્ર ના સૂઝબૂથી પાણીનો વેડફાટ થવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં એક તરફ પાણી પહોંચાડવાના પ્રયાસો કરાય છે તો બીજી બાજુ ‘જડ’ તંત્રની સદબુદ્ધિથી કેટલાક વિસ્તારોમાં પાણીને લઇને લોકોએ રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે.

Advertisement

ભિલોડા તાલુકાના મોટા કંથારીયા પાસે માઈનોર ટેંક એટલે કે સરોવર જેને સ્થાનિક લોકો નાદરા ડેમ તરીકે ઓળખે છે જ્યાંની કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. કેનાલમાં ગાબડું પડવાની ઘટનાને લઇને હજારો લીટર પાણી વહેતુ જોવા મળ્યું પણ સિંચાઈ વિભાગ આ બાબતે કંઇક કરવામાં અસર્થ હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું. છેલ્લા ઘણાં સમયથી પાણીનો વેડફાટ અહીં જોવા મળે છે, પણ અધિકારીઓને કચેરીની બહાર જવાનું નાપસંગ હોય તો જ આ પ્રકારની ઘટનાઓ તેમની નજરમાં આવતી રહી જાય છે.દીવા તળે અંધારા જેવી સ્થિતી
પ્રાપ્ત માહિતી મુજબ MI ટેંકમાંથી આપસાપના વિસ્તારોમાં કેનાલ મારફતે પાણી આપવામાં આવતુ હોય છે પણ સ્તાનિક લોકોને અહીં પાણી નથી મળતું અને કેટલાય સમયથી સ્થિતી ખૂબ જ કફોડી બની હોય તેવું લાગે છે. કેનાલ તેમજ પાઈપ લાઈનની કામગીરી અહીં માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે જેને કારણે પાઈપ-લાઈનમાં ભંગાણ થવાની ઘટાઓ ઘટતા સ્થાનિક લોકોએ તેનો ભોગ બનવું પડતું હોય છે.

Advertisement

જુઓ પાણીના વેડફાટનો વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!