43 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી : મોડાસાની મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર કરનાર કોણ, વહીવટી તંત્ર ક્યારે જાગશે…?


અરવલ્લી જિલ્લામાં હાલ શિક્ષણનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે એક બાજુ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી લેવાઈ રહી છે તો બીજી બાજુ શાળાની મનમાનીનો વિદ્યાર્થીઓને વાલીઓ ભોગ બની રહ્યા છે. મોડાસાની મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બંધ કરવાની અટકળો વચ્ચે વાલીઓ મૂંજવણમાં મુકાયા છે. ધી મુસ્લીમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સંચાલક મંડળ તેમજ ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓએ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી.

Advertisement

વાલીઓએ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 8 ના કુલ 124 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેઓની ચિંતા કર્યા વિના શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. વાલીઓએ એવી રજૂઆત કરી છે કે, સ્કૂલ ચાલુ રાખો તેમજ તેમના બાળકોના ભવિષ્ય માટે હિત વિચારી શાળા બંધ ન કરવામાં આવે અને કાયમ ધોરણે શાળાને કાર્યરત રાખવામાં આવે. વાલીઓને જાણ કર્યા વિના જ શાળા બંધ કરી દેવાના નિર્ણય અને અચાનક પરિણામ સાથે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

6 મે ના રોજ વાલીઓએ સંચાલકોનો ઘેરાવ કર્યો હતો અને અનેક સવાલો કરતા પ્રમુખ સહિતના આગેવાનો ચાલતી પકડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ત્યારબાદ આ મામલો હજુ તુલ પકડે તેવી શક્યતાઓ છે, અને આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે માટે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

Advertisement

અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર ક્યારે જાગશે ..?
મોડાસાની મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો મુદ્દો છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે પણ અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને બાળકોના ભાવિને શિક્ષણ વિભાગ બદલવાને બદલે અંધકારમાં ધકેલી રહ્યું હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. બાળકોને અચાનક સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવી રહ્યા છે, વાલીઓ વિરોધ કરી રહ્યા છે, પણ વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગને નવા કામકાજ તેમજ અન્ય કામોમાંથી નવરાશ જ ન મળતી હોય તેવું લાગે છે..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!