37 C
Ahmedabad
Tuesday, May 21, 2024

મોડાસાની કે.એન.શાહ સ્કૂલમાં ફી ઉઘરાવવા બાબતે કોંગ્રેસ આક્રમક, બે દિવસનું અલ્ટિમેટમ, DEO કચેરી ધરણાંની ચિમકી


અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી કે.એન.શાહ સ્કૂલમાં ગ્રાન્ટેડ અપર પ્રાયમરી સ્કૂલમાં 1800 રૂપિયા ફી ઉઘરાવવા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતી સક્રિય બની છે અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. જિલ્લા અધિક કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા જ્યાં રજૂઆત કરી કે, કે.એન.શાહ સ્કૂલમાં અપર પ્રાયમરી વિભાગ ગ્રાન્ટેડ છે અને જ્યાં પરિણામ ફી ન ભરવાને લઇને રોકી રાખવામાં આવ્યા હતા, જેને લઇને વાલીઓએ હોબાળો કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે કોંગ્રેસ પાર્ટી આગળ આવી છે અને જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર આપી શાળા સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, શાળાનો એક કર્મચારી કબૂલ કરે છે કે, શાળા ચલાવવા માટે આ ફી લેવામાં આવે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે, ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી લઇ શકાય નહીં, તેમ છતાં ફી લેવામાં આવી છે.

Advertisement

કોંગ્રેસ પાર્ટીએ એમ પણ કહ્યું કે, હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારે શાળા જ્યારથી ગ્રાન્ટેડ થઇ ત્યારથી ફી લેવાતી હશે કે, શું તે પણ એક સવાલો ઉઠાવ્યા હતા અને અત્યાર સુધી કેટલા વાલીઓ પાસેથી ફી લેવામાં આવી હશે તે પણ એક સવાલ છે.

Advertisement

કોંગ્રેસ પાર્ટીનું અલ્ટિમેટમ…!!
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે, અધિકારી હાજર ન હોવાથી કચેરીમાં કાર્યરત કર્મચારીને આવેદન પત્ર આપ્યું હતું, અને ચિમકી ઉચ્ચારી છે કે, બે દિવસોમાં શાળા સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર અન્ન પાણીનો ત્યાગ કરશે આ સાથે જ એમ પણ ચિમકી ઉચ્ચારી છે કે, જો સમગ્ર કૌભાંડ મામલે ભીનું સંકેલવામાં આવશે તો ઉગ્ર આંદોલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર કરાશે.

Advertisement

સાંભળો શું કહ્યું, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તે સાંભળો..

Advertisement

શું હતો સમગ્ર મામલો..
6 મે 2022 ના રોજ વહેલી સવારે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરિણામ લેવા માટે મોડાસાની કે.એન.શાહ અપર પ્રાયમરી ગ્રાન્ટેડ સ્કૂલમાં પહોંચ્યા હતા, જ્યારે તેઓને કહેવામાં આવ્યું કે, પહેલા ફી ભરો અને પછી પરિણામ લઈ જાઓ, આ સાંભળી જ વાલીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. એક પછી એક વાલીઓ સામે આવ્યા કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ તો ફી પણ ભરી દીધી હતી, જે શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ ગેરકાયદે કહી શકાય. આ બાબતે શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઇપણ પ્રકારની ફી લેવાની જોગવાઈ નથી. તેમાં માત્ર શિક્ષણ, પરીક્ષ અને સત્ર ફી મળી અંદાજે 500 રૂપિયા જેટલી જ વાર્ષિક ફી થતી હોય છે પણ અહીં એક સત્રમાં 1800 રૂપિયા જેટલી ફી લેવાતી હોવાની વાતોને લઇને વાલિઓએ હોબાળો મચાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!