42 C
Ahmedabad
Saturday, May 18, 2024

મોડાસા મહિલા ITI ખાતે કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી સેમિનાર યોજાઓ


મહિલાઓને મળેલા અધિકારો અને “ધરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” અંતર્ગત” કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર મહિલા ITI કોલેજ કેમ્પસ મોડાસા ખાતે, મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવાસારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા મહિલા બાળ અધિકારી અરવલ્લી, દીપેનભાઈ બી પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Advertisement

આ સેમિનારમાં અધ્યક્ષએ ધરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ કાયદાની વિસ્તૃતમાં જાણકારી તેમજ કાયદા વિષયક માર્ગદર્શન અને મહિલાઓને મળેલા અધિકારોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અધ્યાપક ડૉ અશોકભાઈ શ્રોફ સેમિનારમાં માર્ગદર્શન પૂરૂ પાડેલ તથા આ સાથે. તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ દ્વારા સરકારના તમામ વિભાગોની મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત સમજ અને માહિતી આપવામાં આવી હતી.તથા OSC સેન્ટર મોડાસા ,PBSC મોડાસા અરવલ્લી ધ્વારા મહિલાઓના અધિકારોવિષે વિસ્તૃત સમજ આપવામાં આવી. તેમજ ૧૮૧નાં કાઉન્સેલર ધ્વારા અભયમ મહિલા હેલ્પલાઇન વિશેની વિસ્તૃત માહીતી આપવામાં આવી.

Advertisement

આ સેમિનારમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડૉ એન.વી.મેણાત, લો.કોલેજ,મોડાસા તેમજ .બી.એમ.પટેલ મહિલા ITI કોલેજ પ્રિન્સિપાલ, મોડાસા તથા મતી કે..એ.મોદી એમ.એસ.ડબલ્યુ કોલેજ,મોડાસાનાપ્રિન્સીપાલરાકેશભાઈ.બી.પ્રજાપતી (મતી કોકીલાબેન એ.મોદી.એમ.એસ.ડબલ્યુ.કોલેજ મોડાસા) મહિલા અને બાળ અધિકારી કચેરીના ફિલ્ડ ઓફિસર,મહિલા શક્તિ કેન્દ્રના સ્ટાફગણ ,૧૮૧ અભયમ હેલ્પ લાઇનના કાઉન્સેલર તથા સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક,પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર,મોડાસા કાઉન્સેલર અને વિર્ધાથીનીઓ વગેરે બહોળીસંખ્યામાં ઉપસ્થિત હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!