29 C
Ahmedabad
Monday, April 29, 2024

જો તમારી પાસે ઇકો કાર છે તો ચેતી જજો : સાઇલેન્સર ચોરતી ગેંગ સક્રિય, ધનસુરામાં ઘર નજીક પાર્ક કરેલી ઇકો કારના સાઇલેન્સરની ચોરી


વાહનોના સાયલેન્સરોમાં કેટાલિક કન્વર્ટર આવે છે અને પ્રદુષણ ન ફેલાય તે માટે આ કન્વર્ટરમાં કિંમતી ઘાતુ એવી પેલટિનમની જાળી હોય છે. જેને માટી કહેવામાં આવે છે. કિંમતી ધાતુઓનું મિશ્રણ ધરાવતી સૌથી મોટી જાળી ઈકો કારના સાયલેન્સરમાં આવતી હોવાથી અને 10 થી 15 હજાર રૂપિયા કેટાલીક કન્વર્ટર માંથી મળતા હોવાથી રાજ્યમાં ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતી અનેક ગેંગ સક્રિય થઇ છે.અરવલ્લી જીલ્લામાં ઇકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ સક્રીય થઇ ધનસુરાની યમુના નગર સોસાયટીમાં વેપારીના ઘર આગળ પાર્ક કરેલી ઇકો કારને નિશાન બનાવી સાયલેન્સર ચોરી કરી ફરાર થઇ જતા જીલ્લામાં ઈકો કારના માલિકોમાં ફફડાટ ફેલાયો છે ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી કરતી ગેંગ અરવલ્લી જિલ્લામાં સક્રીય થતા પોલીસતંત્રનું કામ વધારી શકે છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરાની યમુના નગર સોસાયટીમાં રહેતા અને વાસણનો વેપાર કરતા લક્ષ્મીલાલ કજોડીમલ કોઠારીની ઘર આગળ પાર્ક કરેલી ઇકો કાર (ગાડી.નં-GJ 31 N 0360) ચાલુ કરતા ઇકો કારનો અવાજ બદલાયેલો જણાતા તેમને ઇકો કારનું સાઇલેન્સર ચેક કરતા ગાયબ જણાતા ચોંકી ઉઠ્યા હતા તેમની ઇકો કારમાંથી સાઇલેન્સરની ચોરી થતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધનસુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!