34 C
Ahmedabad
Wednesday, May 15, 2024

Love Jihad : મોડાસાનો વિધર્મી પરણિત યુવક ભાવસાર વાડાની 16 વર્ષીય સગીરાને ભગાડી જતા ચકચાર, પોલીસે યુવકને દબોચી લીધો


અરવલ્લી જીલ્લામાં લંપટ યુવકો સગીરા અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લગનની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જાણે લંપટ યુવકોને કાયદાનો ડર જ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.મોડાસા શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો વિધર્મી પરણિત યુવક ભાવસાર વાડામાં રહેતા વેપારીની 16 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી જતા ભારે ચકચાર મચી હતી સગીરાના પિતાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગણતરીના કલાકોમાં વિધર્મી યુવકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો નાજીમ રફીકભાઈ શેખ ભાવસાર વાડામાં રહેતી 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી સગીરાને લગ્નની લાલચ આપી બે દિવસ અગાઉ બપોરના સુમારે અપહરણ કરી ફરાર થઇ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું પરિવારજનોએ સગીરાની સમગ્ર વિસ્તારમાં શોધખોળ હાથધર્યા પછી સગીરાની કોઈ ભાળ નહીં મળતા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અપહરણકર્તા નાજીમ શેખના દોઢ મહિના અગાઉ લગ્ન થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement

મોડાસા ટાઉન પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે નાજીમ રફીક શેખ સામે ઇપીકો કલમ- 363,366, તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.મોડાસા ટાઉન પોલીસે અપહરણ કરનાર વિધર્મી યુવક નાજીમ શેખને ગણતરીના કલાકોમાં અપહરણનો ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઇ સગીરાનો છુટકારો કરાવી નાજીમ શેખને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ માટે તજવીજ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!