33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : નામાંકિત તબીબોનો કેસરિયો, કમલમ ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા, કોંગ્રેસનું કરશે ઓપરેશન…!!


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ભલે સરકાર ચૂંટણી સમયસર થવાનું ગાણું ગાઈ રહી હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસાધારણ નિર્ણય લઈ અનેકવાર રાજકીય આંચકો આપી ચુક્યા છે ગુજરાતમાં ભાજપ 150 વિધાનસભા બેઠકો પર કબ્જો કરવા તાડામાર તૈયારીઓ અને એડીચોટીનું જોર લગાવી રહ્યું છે ભાજપનો ભરતી મેળો શરૂ થઇ ગયો છે જેમાં કોંગ્રેસના ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો તેમજ આપના નેતાઓ વિવિધ નેતાઓ સામ દામ દંડ ભેદ ની નીતીનુસાર પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે રવિવારે કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડોક્ટર સેલ દ્વારા રાજ્યના 500 જેટલા ડોકટરોને ભાજપનો ખેસ પહેરાવી પ્રવેશ અપાવ્યો હતો

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના નામાંકિત 5 થી વધુ તબીબોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મોમેન્ટો આપ્યો હતો અને મુખ્યમંત્રીના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરી ટોપી ધારણ કરી હતી મોડાસા શહેરના નામાંકિત ફિઝિશિયન ડો.પ્રકાશ ગાંધી, સર્જન અમરીશ પંચાલ અને જનરલ પ્રેક્ટિશનર ડો.મુકેશ પટેલ સહીત અન્ય તબીબો ભાજપના રંગે રંગાયા હતા ચૂંટણી પહેલા ભાજપ બુદ્ધિજીવી વર્ગને ભાજપ સાથે લઇ રહ્યો છે જો કે મોડાસા શહેરના ભાજપમાં જોડાયેલ નામાંકિત તબીબો ભાજપની વિચારધારા ધરાવતા હોવાથી કોંગ્રેસ હાલ નફો નુકશાન નહીં હોવાનું રાજકીય અગ્રણીઓએ જણાવ્યું હતું
ભાજપમાં જોડાયેલા નામાંકિત તબીબો રાજ્યભરના તબીબોના જુના વણઉકેલાયા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે કે નહીં તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!