29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

મેઘરજમાં હનીટ્રેપ મામલે ગણતરીના કલાકોમાં લૂંટેરી દુલ્હન સહિત 1 મહિલા અને દલાલને પોલિસે દબોચ્યા, આરોપીઓના 3 દિવસના રીમાન્ડ મંજૂર


મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં હનીટ્રેપની ઘટના મામલે પોલિસે 2 મહિલા સહિત એક દલાલને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઝડપાયેલી બન્ને મહિલા અને દલાલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 3 દિવસના રીમાન્ડ કોર્ટ એ મંજૂર કર્યા છે. હનીટ્રેપ કરી એક નિવૃત્ત શિક્ષકને આ ગેંગએ શિકાર બનાવ્યો અને લાખો રૂપિયા ખંખેરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલિસ દોડતી થઇ અને ગણતરીના કલાલકોમાં જ લૂંટેરી દુલ્હન સહિત 3 લોકોને દબોચી લીધા છે.

Advertisement

હની ટ્રેપના ઝડપાયેલ આરોપીઓ જુઓ

Advertisement

હની ટ્રેપના આરોપીઓની મોડસ ઓપરેન્ડી
મેઘરજ પંથકમાં નિવૃત્ત શિક્ષક સાથે બનેલી ઘટનાને લઇને આરોપીઓની મોડસ ઓપરેન્ડી હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી છે. જેમાં આરોપીઓ માલેતુજાર અથવા તો પૈસા ટકે સુખી હોય તેવા લોકોને ફસાવતા હતા અને તેઓને બ્લેકમેલ કરીને રૂપિયા ખંખેરવાનો ખેલ પાડતા હતા.

Advertisement

હનીટ્રેપ ગેંગ સામે નડિયાદમાં એક કેસ થયો હતો
હનીટ્રેપ મામલે ઝડપાયલ આરોપીઓ સામે નડિયાદ પોલિસ મથકે પણ ફરિયાદ નોંધાઇ હતી, જેમાં અમદાવાદના એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનું મેઘરજ પીઆઈ જણાવ્યું હતું. આ ગેંગ સામે નડિયામાં પોલિસ કેસ થતાં મેઘરજના નિવૃત્ત શિક્ષકની હિંમત વધી અને હનીટ્રેપ ગેંગ સામે ફરિયાદ કરવાનો નિર્ણય કરતા આ ગેંગ પોલિસ ઝાપ્તામાં આવી ગઇ છે.

Advertisement

મેઘરજમાં કેવી રીતે જાલ બિછાવી તે અંગે તપાસ
નડિયાદથી સીધા અરવલ્લી જિલ્લામાં હનીટ્રેપની ઘટનાને અંજામ આપનાર આરોપીઓએ મેઘરજમાં કેવી રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તે દિશામાં પણ પોલિસે તપાસ શરૂ કરી છે અને સ્થાનિક કક્ષાએ હજુ કેટલા લોકોની સંડોવણી છે તે પણ પોલિસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, નડિયાદની આ ગેંગ સીધા મેઘરજના વિસ્તારમાં આવી શકે તે શક્ય નથી, જો કોઇ સ્થાનિક વ્યક્તિ ની સંડોવણી હોય તો જ આ શક્ય બની શકે માટે પોલિસે આ દિશામાં પણ તપાસ તેજ કરી છે.

Advertisement

આરોપીઓના 3 દિવસના રીમાન્ડ મંજૂર
હની ટ્રેપ મામલે પોલિસે ઝડપેલ લૂંટેરી દુલ્હન તેમજ અન્ય એક મહિલા અને દલાલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ એ 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. આરોપીઓ આવી કેટલી જગ્યાએ અને કેટલા લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા છે તે અંગે પણ ખુલાસા થઇ શકે તો નવાઈ નહીં.

Advertisement

હનીટ્રેપ ગેંગએ આપ્યા ગોળ-ગોળ જવાબો

Advertisement

લૂંટેરી દુલ્હન પોલિસ સકંજામાં આવતા લાલઘૂમ..!!

Advertisement

પોલિસ તપાસમાં હજુ કેટલાય નામ ખુલે તેવી શક્યતાઓ

Advertisement

અમદાવાદના એક વ્યક્તિને લૂંટરી દુલ્હને મહેંદી લગાવતા નડિયાદમાં પણ કેસ નોંધાયો હતો

Advertisement

નડિયાદમાં હનીટ્રેપ ગેંગ સામે ગુનો નોંધાતા મેઘરજના નિવૃત્ત શિક્ષકની હિંમત વધી

Advertisement

જિલ્લા પોલિસ વડાએ સમગ્ર કેસને સ્ટડી કરતા ગણતરીના કલાકોમાં આરોપી સકંજામાં

Advertisement

જિલ્લા પોલિસ વડાએ કેસની ગંભીરતા લેતા આરોપીઓ સુધી પહોંચી પોલિસ
મેઘરજમાં હનીટ્રેપની ઘટના સામે આવતા જ જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે આ બાબતે ગંભીરતા દાખવી હતી અને સમગ્ર કેસની ઝીણવટભરી રીતે સ્ટડી કરતા આરોપીઓને ઝડપી પાડવા રણનીતિ બનાવવામાં આવી હતી. આ માટે જિલ્લા પોલિસ તંત્ર કામે લાગ્યું હતું અને પોલિસ લૂંટેરી દુલ્હન સહિત રૂપિયા ખંખેરનાર વ્યક્તિ સુધી પહોંચવામાં સફળતા મળી છે. હજુ પણ કેટલાક નામ ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

શું હતો સમગ્ર મામલો તે જાણો…
મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકની પત્નીનુ 20 વર્ષ પહેલા અવસાન થતાં એકલાયું જીવન જીવતા હતા. ભોગ બનનાર પોતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બન્ને દિકરીઓના લગ્ન થયા બાદ નિવૃત્ત શિક્ષક પુત્ર સાથે રહેતા હતા. જમવાની તેમજ ઘરકામમાં તકલીફ પડતી હોવાથી ગામના મિત્રોના કહેવાથી બીજા લગ્ન કરવાનું મન બનાવી લીધુ હતું. ત્યારે નડીઆદ ખાતે રેખાબેન રાવળ નામની મહિલા સાથે રૂપિયા 1.25 લાખમાં લગ્ન નક્કી થયા હતા. રેખાના કોઇ મા-બાપ હતા નહીં, તેમજ પતિ અગાઉ મૃત્યુ પામ્યો હોવાથી માસી રાધાબેન સોલંકીને સાથે રહેતી હતી.

Advertisement

ફરિયાદી વૃદ્ધ નિવૃત્ત શિક્ષકે મહિલાના માસી માસી રાધાબેન સોલંકીને 1.20 લાખ આપી રેખાબેન સાથે લગ્ન કરી મેઘરજમાં ભાડે મકાન રાખી બન્ને સાથે રહેવા લાગ્યા હતા. થોડાક દિવસ પછી નડિઆદ ખાતે રહેતા રેખાબેનના બનેવી હિતેષકુમાર પ્રજાપતિએ નવુ મકાન ખરીદવાના બહાને ફરિયાદી શિક્ષક પાસેથી 1 લાખ પડાવ્યા હતા.

Advertisement

વૃદ્ધાએ ફરિયાદ જણાવ્યું હતું કે, ગત રોજ 22 વર્ષની એક છોકરી જે પત્ની રેખાબેનની માસીની દીકરી હોવાનું જણાવી બે દીવસ માટે રહેવા આવી હતી. દરમિયાન સાથે જમ્યા બાદ નિવૃત્ત શિક્ષક બેભાન થઇ ગયા હતા. સવારે પત્નીના બનેવી હિતેષ કુમાર, માસી રાધાબેન સોલંકી તથા દક્ષાબેન આવ્યા હતા. ત્યારે પત્ની રેખાબેને આરોપ લગાવ્યો હતો કે તમે મારી માસીની દીકરી સાથે અડપલા કર્યા, ન કરવાનું કરી નાખ્યું.. એટલું જ નહીં મોબાઇલમાં નિવૃત્ત શિક્ષકના  નગ્ન ફોટા બતાવી દુષ્કર્મની ધમકી આપવા લાગ્યા હતા. અને સમાધાન માટે 5 લાખની માંગણી કરી હતી. જો કે સમાજમાં આબરૂ જશે તેવું વિચારી ડરના મારે નિવૃત્ત શિક્ષકે હિતેષભાઇને પાંચ લાખ આપી સમાધાન કરાવ્યું હતું. બે દિવસ બાદ હિતેષભાઇએ નિવૃત્ત શિક્ષક ને જણાવ્યું હતું કે પેલી છોકરી પાંચ લાખમાં સમાધાન કરવાની ના પાડે છે, બીજા ત્રણ આપો તો સમાધાન થશે. ત્યારે ફરિયાદી શિક્ષકે પત્ની રેખાબેનને ત્રણ લાખ આપવા હિતેષભાઇને ત્યાં મોકલા હતા. બે દિવસ બાદ પત્ની રેખાબેન પરત આવ્યા અને સાંજે જમવામાં બેભાનની દવા નાખી પત્નીએ ફરી ફરિયાદી શિક્ષક ના નગ્ન અવસ્થામાં ફોટા પાડી લીધા હતા.

Advertisement

દરમિયાન, રોડની ટચની જમીન ઓછા ભાવે મળે છે તેમ કહી હિતેષ ભાઇએ ફરી ફરિયાદી શિક્ષક પાસેથી 12 લાખ પડાવ્યા હતા. હિતેષભાઇએ સીક્યુરીટી પેટે આપેલા ચેંક પણ ખોટા હતા. બેંકમાં બેલેન્સ ન હોવાથી ચેક પરત આવ્યા હતા. જે અંગે ભોગ બનનાર નિવૃત્ત શિક્ષકે ફરિયાદ કરવાના હતા જો કે હિતેષભાઇએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ચેક પરત લઇ લીધા હતા. અને પત્ની પણ મહિના રહી ગયા હોવાનું જણાવી રફુચક્કર થઇ જતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા નિવૃત્ત શિક્ષકે પોલીસનો સહારો લીધો હતો

Advertisement

Advertisement

હનીટ્રેપમાં ઝડપાયેલ આરોપીઓના નામ

Advertisement
  1. રેખાબેન (દુલ્હન) રણછોડભાઈ મોહનભાઈ રાવળ (રહે. યોગીનગર, નડિયાદ)
  2. હિતેશભાઈ મનુભાઈ પ્રજાપતિ (રહે. ગિરિરાજ બંગલો,શારદા મંદિર પાછળ, નડિયાદ)
  3. દક્ષાબેન કિરીટભાઈ ખોડાભાઇ ભોઇ (રહે, અમિંજય એપાર્ટમેન્ટ,મોટી શાક માર્કેટ પાછળ,નડિયાદ)

હનીટ્રેપ મામલે ફરાર આરોપીઓ 

Advertisement
  1. રાધાબેન સોલંકી (રહે,રતનપુર-નડિયાદ)
  2. કોઈ અજાણી વ્યક્તિ
  3. મહંમદ સુબાનભાઈ મકરાણી (રહે,મેઘરજ-અરવલ્લી)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!