30 C
Ahmedabad
Sunday, April 28, 2024

મોડાસા ફાયર બ્રિગેડ ઘોર નિંદ્રામાં : મોડાસા હંગામી બસ સ્ટેન્ડ નજીક આગ લાગતા સ્થાનિકોએ વારંવાર ટેલિફોનિક સંપર્ક કરતા ‘No Reply’


રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો જેવો ઘાટ મોડાસા શહેરમાં જોવા મળ્યો હતો. મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડ નજીક ખુશ્બૂ મેટરનીટી હોમ હોસ્પિટલ અને સહકાર જીન વચ્ચે આવેલ પ્લાસ્ટિકના શેડમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી સ્થાનિકો લોકો દોડી આવ્યા હતા. મોડાસા ફાયર બ્રિગેડના અધિકારીને લોકોએ સતત ટેલિફોનક સંપર્ક કરવા છતાં ફોન ઉપાડવાની તસ્દી ન લેતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો અને લોકો લાચાર જણાતા હતા. તેમજ 079 101 પર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ત્યાં પણ કોઈ સંપર્ક થઇ શક્યો ન હતો. જાગૃત નાગરિકોએ પાલિકાના અન્ય કર્મચારીઓને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડ મંગાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં આગ લાગે ત્યારે મોડાસા નગરપાલિકા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવે છે રવિવારે રાત્રીના 10 વાગ્યાના સુમારે હંગામી બસ સ્ટેન્ડ નજીક એક પ્લાસ્ટિકના શેડમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડના અધિકારીને સતત ટેલિફોનિક સંપર્ક કરવા છતાં અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી અને આગ વધુ પ્રસરતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અન્ય પાલિકાના અન્ય કર્મચારીઓએ શહેરની જવાબદારી અને કામગીરી પ્રત્યે નિષ્ઠા દાખવી તેઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડ ટિમને બોલાવી હતી. એક કલાક પછી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અડધા કલાક પછી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનામાં સદનસીબે મોટી દુર્ઘટના ટાળી હતી. ઇમરજન્સી સમયે જ ફાયર અધિકારીએ ફોન ન ઉપાડતા લોકો આગ બબુલા બન્યા હતા અને અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Advertisement

મોડાસા નગરપાલિકા તંત્રના ફાયર બ્રિગેડનો આગ લાગે ત્યારે ઇમર્જન્સી સંપર્ક નંબર લોકો પાસે ન હોવાથી ફાયર બ્રિગેડના અધિકારીનો સંપર્ક કરવો પડતો હોવાથી લોકોએ નગરપાલિકા તંત્રએ કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત આફત આવી પડે ત્યારે મદદરૂપ થવા માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરી શહેરીજનોમાં જનજાગૃતિ લાવવી ખુબ જ આવશ્યક હોવાની લોક માંગ પ્રબળ બની છે

Advertisement

જનતા પાસે ફાયર વિભાગની હેલ્પ લાઈન નંબરનો અભાવ..
મોડાસાના મેઘરજ રોડ વિસ્તારમાં ખુશ્બુ મેટરનિટી હોસ્પિટલ અને જૂની મોડાસા સહકારી સંઘની ઓફિસ વચ્ચે ખુલ્લી જગ્યામાં આગની ઘટના ઘટના સ્થાનિક લોકોએ ફાયર વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઇની પાસે નંબર જ નહોતો. ફાયર વિભાગના અધિકારીનો નંબર લગાવ્યો પણ ફોન ઉપાડવાનું જ ટાળ્યું હતું.

Advertisement

ફાયર અધિકારીએ ફાયર સપ્તાહના તાયફા કર્યા તો નંબર કેમ ન પહોંચ્યા ?
હાલમાં જ મોડાસા નગર પાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સપ્તાહની ઉજવણી કરવામાં આવી પણ લોકો સુધી ફાયર વિભાગનો નંબર પહોંચ્યો કે નહીં તે સવાલ છે, જો પહોંચ્યો હોત તો સીધી હેલ્પ લાઈન નંબર લોકો લગાવતા અધિકારીનો નહીં. પણ ફાયર વિભાગના અધિકારીએ ફાયર સપ્તાહના નામે આ માત્ર તાયફા કર્યા હતા તો લોકો પાસે નંબર કેમ હોય.

Advertisement

જુઓ ભિષણ આગનો Video

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!