37 C
Ahmedabad
Saturday, April 27, 2024

61 વર્ષીય ખૂંખાર આરોપી બસમાંથી કૂદી ફરાર : બાયડ પોલીસને UP સિકંદરાબાદમાં ટ્રાન્સફર વોરંટથી લાવેલા બે આરોપીમાંથી 1 ફરાર


બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇકો કારની ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રીઢા બે ચોરને ટ્રાન્સફર વોરંટના આધારે ઉત્તરપ્રદેશથી લાવવામાં આવ્યા હતા અને પરત સરકારી પોલીસ બસમાં ચાર પોલીસના જાપ્તા હેઠળ પરત મુકવા જતા હતા ત્યારે 61 વર્ષીય વાહન ચોરીનો રીઢો આરોપી ઉત્તરપ્રદેશના સિકંદરાબાદ શહેર નજીક બસમાંથી કૂદી ફરાર થઇ જતા બાયડ પોલીસકર્મીઓ ફાંફે ચઢી હતી બાયડ પોલીસે આ અંગે ઉત્તરપ્રદેશમાં ફરિયાદ નોંધાવી વીલા મોઢે પરત ફરી હતી ત્યારે 61 વર્ષીય આરોપી 4 પોલીસકર્મીઓને ચકમો આપી ફરાર થઇ જતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,ઉત્તરપ્રદેશના અને 50 થી વધુ વાહનચોરીના ગુન્હાના 61 વર્ષીય બદરુદ્દીન મોયુદ્દીન સૈયદ અને અન્ય એક આરોપીને બાયડ પોલીસ ડેમાઈ નજીક ઈકો કારની ચોરીના ગુન્હામાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી બાયડ લઇ આવ્યા પછી રિમાંડ અને પૂછપરછ પૂર્ણ થતા પોલીસની સરકારી બસમાં બે ડ્રાઇવર અને 4 પોલીસકર્મીઓ ના જાપ્તા સાથે પરત મુકાવ જતા 61 વર્ષીય રીઢ આરોપી બદરુદ્દીન સૈયદ ઉત્તરપ્રદેશના સિકંદરાબાદ શહેર નજીક બસમાં રહેલાપોલીસકર્મીઓને ચકમો આપી કૂદી ફરાર થઇ જતા પોલીસ મોઢું ફાળી જોઈ રહી હોય તેમ હવામાં ઓગાળી જતા પોલીસકર્મીઓને આરોપી ન મળી આવતા આખરે ઉત્તરપ્રદેશમાં ફરિયાદી બની બદરુદ્દીન સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી.સરકારી પોલીસ બસમાં ચાર પોલીસકર્મીઓ અને બે ડ્રાઇવર હોવા છતાં 61 વર્ષીય આરોપી બસમાંથી કૂદી ફરાર થઇ જતા પોલીસકર્મીઓ સામે અનેક સવાલ પેદા થયા છે

Advertisement

બંધ બોડીની પોલીસ બસમાંથી આરોપી કઈ રીતે કૂદી શકે ..??

Advertisement

આરોપીઓને હાથકડી સાથે બાંધ્યા વગર ખુલ્લા રાખવામાં આવ્યા હતા કે શું …?

Advertisement

બસમાંથી 61 વર્ષીય આરોપી કૂદી ફરાર થઇ ગયો ત્યારે પોલીસકર્મીઓ ઉંઘી રહ્યા હતા કે શું…?

Advertisement

આરોપીને ભગાડવામાં પોલીસકર્મીઓની ભૂંડી ભૂમિકા તો નહીં હોય તેવી પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!