34 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ખેડબ્રહ્મા : નગરપાલિકાની અંધેર નગરી ગંડુ રાજા જેવી નીતિ, રિવરફ્રન્ટ પર ગંદકી, વૃક્ષો સુકાયા અને દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા તર્ક-વિતર્ક


પાંચમી જૂને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના સૂત્રો જોરશોરથી ગૂંજવા માંડે છે .સ્વચ્છતા અભિયાનમાં જનજાગૃતિ માટે તોતિંગ ખર્ચ કરીને કે પ્રસંગોપાત હાથમાં ઝાડુ લઈને મહાનુભાવો ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ પણ ફોટો શેસન સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા અભિયાનના નામે ચાલતા નાટકમાં નગરપાલિકાને સહયોગ આપતી હોય છે ખેડભ્રહ્મા નગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ચાલતો હોવાની બૂમો ઉઠી રહી છે હરણાવ નદી પર બનાવેલ રિવરફ્રન્ટ પર ગંદકીના થર તેમજ વૃક્ષો પણ સુકાવા લાગતા અને દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા નગરજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

Advertisement

Advertisement

ખેડબ્રહ્મા નગરપાલિકાએ લાખ્ખો-કરોડો રૂપિયાના ખર્ચે શહેરના વચ્ચેથી પસાર થતી હરણાવ નદી પર બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ પર ગંદકીના ઢગ જમ્યા હોવાની સાથે રિવરફ્રન્ટ નજીક બનાવેલ બગીચામાં માવજતના અભાવે ફૂલ-છોડ અને નાના વૃક્ષ પણ સુકાઈ રહ્યા છે તેમજ રિવરફ્રન્ટ પર અસામાજીક તત્ત્વોનો અડ્ડો જામતો હોવાથી લોકોના ટેક્ષના પૈસા વેડફવાના બદલે રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી થાય તેમજ અસામાજીક તત્વો સામે પોલીસતંત્ર લાલ આંખ કરે તે ખુબ જરૂરી છે.

Advertisement

એક બાજુ દેશમાં કોલસાની અછતના પગલે વીજસંકટ ઘેરાયું છે ખેડૂતો ખેતી બચાવવા વીજળી માટે ફાંફા મારી રહ્યા છે બીજીબાજુ ખેડબ્રહ્મા શહેરમાં દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા લોકોમાં નાગરપાલિકા તંત્રના વહીવટ સામે અનેક સવાલ પેદા થયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!