31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

ગુજ્જુ અભિનેત્રી યશવી પટેલ : ધનસુરા ચોગામડા કંપાના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બનાવી લગ્ન કરવા ધમકી આપતા ત્રણ સામે ફરિયાદ


ગુજરાતી અભિનેત્રી અને મોડેલ યશવી પટેલ સામે ધનસુરા તાલુકાના ચોગામડા કંપાના જીનેશ પટેલે પ્રેમજાળમાં ફસાવી રૂપિયા લૂંટી લીધા હોવાના સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની સાથે રૂપિયાની લેતી-દેતીના સ્ક્રીનશોર્ટ વાયરલ કરી ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને સમગ્ર મામલો હની ટ્રેપનો હોવાના આક્ષેપ થયા હતા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે જેમાં બરોડાની યશવી પટેલે બરોડા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં જીનેશ પટેલ અને તેના બે મિત્રો સામે ધાકધમકી, હત્યાની ધમકી અને સોશ્યલ મીડિયામાં બદનામ કરવાની ધમકી નોંધાવતા જીનેશ પટેલે તેને ખોટી રીતે બદનામ કરવા ઝીરો નંબર થી ફરિયાદ નોંધાવી હોવાની અને ખોટા આક્ષેપ કર્યા છે અને આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી

યશવી પટેલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં જીનેશ પટેલ,હરેશ પટેલ અને ચેતન પટેલ સામે ગુન્હો નોંધવા અરજી આપી હતી અને ધનસુરા પોલીસ જીનેશ પટેલનું ઉપરાણું લેતી હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાંથી જ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી તેની સાથે થયેલા હનીટ્રેપના આક્ષેપ પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું

યશવી પટેલે જણાવ્યું હતું કે હું ગુજરાતી ફિલ્મની અભિનેત્રી હોવાથી ધનસુરા તાલુકાના ચોગામડા કંપાના જીનેશ પટેલે યુવકે ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કરી સમાજના નામે મદદ કરવાની વાત કરી હતી અને મારી મમ્મી બીમાર થતા 35 હજાર રૂપિયાની મદદ કર્યા પછી તેને મારા બેંક ખાતામાં ટુકડે ટુકડે જાણ બહાર 2 લાખ રૂપિયા આપ્યા પછી હોટેલ પર મળવા બોલાવતા ના પાડી દીધી હતી ત્યારબાદ જીનેશ પટેલ એક તરફી પ્રેમ કરતો હોવાનું જણાતા તેનો સંપર્ક ઓછો કરી નાંખતા રૂપિયા પરત કરવા ઉઘરાણી ચાલુ કરી અને જીનેશ પટેલ, હરેશ પટેલ અને ચેતન પટેલે ફોન પર ધમકીઓ આપી હતી બે લાખ રૂપિયા પરત આપી દીધા હતા તેમ છતાં જીનેશ પટેલ સાથે કોર્ટ મેરેજ કરી લેવા દબાણ શરૂ કરતા દબાણને વશ ના થતા ધનસુરા પોલીસ સાથે ઓળખાણ હોવાની ધમકીઓ આપી મને બદનામ કરવા માટે સોશ્યલ મીડિયામાં ખોટા આક્ષેપ કરી ઝીરો નંબરથી ફરિયાદ આપી હોવાનું જણાવ્યું હતું

Advertisement

યશવી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ધનસુરા પોલીસ સ્ટેશનમાં મંગળવારે જીનેશ પટેલ, હરેશ પટેલ અને ચેતન પટેલ સામે ગુન્હો નોંધવા અરજી આપી છે તેના વકીલે જણાવ્યું હતું કે ધનસુરા પોલીસને અરજી આપવા જીલ્લા પોલીસવડાને રજુઆત કરવી પડી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!