32 C
Ahmedabad
Saturday, April 27, 2024

એક્સપર્ટ ટિપ્સ / આ શેરમાં ડબલ થઈ શકે છે તમારા રૂપિયા, નિષ્ણાંતોએ આપી નાણા રોકવાની સલાહ


શેરબજારમાં તાજેતરમાં લિસ્ટ થયેલી કંપની આગામી દિવસોમાં તગડું રિટર્ન આપી શકે છે. એવું માર્કેટ એક્સપર્ટનું માનવું છે. નિષ્ણાતોના મતે આ કંપનીમાં રોકાણકારોના રૂપિયા બમણાથી પણ વધુ થઈ શકે છે. આ કંપની હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ છે. કંપનીના શેર આ વર્ષે 12 એપ્રિલે 214 રૂપિયા પર લિસ્ટ થયા હતા, જ્યારે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝની ઇશ્યૂ કિંમત 153 રૂપિયા હતી. લિસ્ટિંગના દિવસે કંપનીના શેરે 28 ટકાથી વધુ રિટર્ન આપ્યું હતું.

Advertisement

બ્રોકરેજ હાઉસ અરિહંત કેપિટલે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના શેરને બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે હરિઓમ પાઈપ્સના શેર માટે 403 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. કંપનીના શેર વર્તમાન શેરના ભાવથી 105 ટકાથી વધુ વધી શકે છે. બુધવાર, 11 મે 2022 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર 197.25 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 169.35 રૂપિયા છે.

Advertisement

અરિહંત કેપિટલે એક નોંધમાં હાઇલાઇટ કર્યું છે કે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝે FY19-FY22 દરમિયાન 47.7 ટકાના CAGR પર મજબૂત આવક વૃદ્ધિ હાંસલ કરી છે. ઇન્ટીગ્રેશન સાથે કંપનીના પ્લાન્ટ મુખ્ય સ્થળોએ સ્થિત છે. સાથે જ કંપનીના ઉત્પાદનોની કિંમત ખૂબ જ સ્પર્ધાત્મક છે અને તેનું નેટવર્ક સતત વધતું જાય છે. અનુભવી મેનેજમેન્ટ અને કેપેસિટી એક્સપેન્શન સાથે કંપની આગળ જતાં સારી વૃદ્ધિ હાંસલ કરી શકે છે. નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો શાનદાર રહ્યા છે. માર્ચ 2022 ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 32 ટકા વધીને 124 રૂપિયા કરોડ થઈ હતી. જ્યારે કંપનીનો ટેક્સ પછીનો નફો 10 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ 44 ટકાથી વધુ છે.

Advertisement

નોંધ – શેર બજારમાં રોકાણ કરતા પહેલા આપના એક્સપર્ટની સલાહ અચૂક લેવી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!