39 C
Ahmedabad
Sunday, April 28, 2024

3 રૂપિયાના શેરે આપ્યું 59,000% રિટર્ન: રોકાણકારોના 1 લાખ બની ગયા 7 કરોડ, હવે આ છે ટાર્ગેટ પ્રાઇસ


બ્રોકરેજ ફર્મ SRF લિમિટેડના શેરમાં તેજી છે. કંપનીએ માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં નફો કર્યો છે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને ભારે નફો કર્યો છે. છેલ્લા 20 વર્ષમાં આ શેરે લગભગ 59,000 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો શેર 3 રૂપિયાથી વધીને 2244 રૂપિયા પ્રતિ શેર થયો હતો.

Advertisement

NSE પર કંપનીના શેર 10 મે, 2002ના રોજ માત્ર 3.79 રૂપિયા પ્રતિ શેરના સ્તરે હતા, જે હવે વધીને 2,244 રૂપિયા પ્રતિ શેર થયા છે. આ સમયગાળા દરમિયાન તેણે તેના રોકાણકારોને 59108.44% નું મજબૂત રિટર્ન આપ્યું છે. એટલે કે જો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી તેનું રોકાણ જાળવી રાખ્યું હોત તો તેને આજે 7.48 કરોડનો નફો થયો હોત.

Advertisement

બુધવારે શેર BSE પર તેના અગાઉના  2,111.90 રૂપિયાના બંધ સામે 6 ટકા વધીને 2,239.25 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ વધીને 66,376.08 કરોડ રૂપિયા થયું છે. યસ સિક્યોરિટીઝના SRF ના શેર પર બુલિશ છે. બ્રોકરેજ ફર્મે તેની નોંધમાં જણાવ્યું છે કે આ કેમિકલ કંપની નફામાં છે. ક્વાર્ટર દરમિયાન મજબૂત YoY વૃદ્ધિ મુખ્યત્વે કેમિકલ્સ બિઝનેસમાંથી મજબૂત કમાણી દ્વારા સંચાલિત હતી.

Advertisement

ICICI સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે FY23 માટે કંપની પાસે 25-27 અબજ રૂપિયાની મજબૂત મૂડીખર્ચ યોજના છે. કેમિકલ્સ સેગમેન્ટમાં 17-18 અબજ રૂપિયાનો મહત્તમ મૂડી ખર્ચ જોવા મળશે, જેમાંથી 11-12 અબજ રૂપિયા ફ્લોરોકાર્બન બિઝનેસમાં હશે. આ FY23 માં પણ રાસાયણિક વ્યવસાય (ઉચ્ચ ધોરણે) માટે 45 ટકાથી વધુ EBIT વૃદ્ધિની ખાતરી કરે છે. ઉપરાંત નાણાકિય વર્ષ 2023માં પેકેજિંગ ફિલ્મો અને ટેક્નિકલ ટેક્સટાઇલ માર્જિન નરમ થવાની ધારણા છે.

Advertisement

આ છે ટાર્ગેટ પ્રાઇસ

Advertisement

ICICI સિક્યોરિટીઝે SRF લિમિટેડના શેરની લક્ષ્ય કિંમત વધારીને 2,310 રૂપિયાકરી છે. અગાઉ તેની ટાર્ગેટ પ્રાઇસ 2,141 રૂપિયા હતી. SRF એ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ Q4 FY22 માં આવકમાં 36 ટકા વૃદ્ધિ સાથે એકીકૃત ચોખ્ખા નફામાં 59 ટકાની વૃદ્ધિ નોંધાવી 606 કરોડ રૂપિયા થઈ હતી.

Advertisement

નોંધ – શેર બજારમાં રોકાણ કરતા પહેલા આપના એક્સપર્ટની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!