30 C
Ahmedabad
Thursday, May 2, 2024

IPL 2022: એક સમયે ખાવા માટે તરસતો હતો આ ક્રિકેટર, હવે પોતાની તોફાની બેટિંગથી વિરોધી ટીમને કરી રહ્યો છે પરેશાન


IPL 2022માં રમી રહેલા એક એવો ખેલાડી છે, જે બાળપણમાં ખાવા માટે તરસી જતો હતો. ઘર માત્ર ટીન શેડનું હતું અને તે એવું હતું કે વરસાદમાં છત ટપકતી રહે છે અને આખી રાત આવી રીતે વિતાવવી પડી હતી. વાત કરી રહ્યા છીએ દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન રોવમેન પોવેલની. તાજેતરમાં રોવમેન પોવેલે એક પોડકાસ્ટ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેણે પોતાના બાળપણ વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે તેનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. સાથે જ તેણે એ પણ જણાવ્યું કે જો તે ક્રિકેટર ન હોત તો સૈનિક બની ગયો હોત. તે બાળપણમાં આર્મીમાં જોડાવા માંગતો હતો પરંતુ પછી ક્રિકેટ તરફ વળ્યો. તેણે જણાવ્યું કે તેની માતાએ તેને અત્યંત ગરીબીમાં ઉછેર્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે રોવમેન પોવેલ દિલ્હી કેપિટલ્સની ટીમમાં છે. તે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિકેટર છે અને તેને દિલ્હીની ટીમે 2.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પોવેલની આ પ્રથમ આઈપીએલ છે. શરૂઆતની મેચોમાં તેના બેટથી રન નિકળતા  નહતા, પરંતુ તે પછી તે હવે તોફાની બેટિંગ કરી રહ્યો છે. તે તેના તોફાની ચોગ્ગા અને છગ્ગાના કારણે ચર્ચામાં આવ્યો છે.

Advertisement

રોવમેન પોવેલે પણ મુંબઈમાં બનેલી એક રસપ્રદ ઘટના શેર કરી. તેણે જણાવ્યું કે જ્યારે તે IPL-2022 રમવા માટે મુંબઈ પહોંચ્યો તો તેને કહેવામાં આવ્યું કે એરલાઈન્સ પાસે મારી કોઈ બેગ નથી. આવી સ્થિતિમાં મારી પાસે માત્ર મારી હેન્ડબેગ જ રહી ગઈ હતી પરંતુ મારી પાસે પહેરવા માટે વધારાના કપડાં નહોતા. હું બે-ત્રણ દિવસ ટુવાલમાં રહ્યો. જ્યારે કોઈ મારા રૂમમાં આવતું ત્યારે હું દરવાજા પાછળ રહીને વાત કરતો. જ્યારે પોવેલે આ ઘટના કહી ત્યારે ઘણા લોકો હસ્યા વગર રહી શક્યા નહીં. જણાવી દઈએ કે પોવેલે અત્યાર સુધી 11 મેચમાં 205 રન બનાવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!