34 C
Ahmedabad
Friday, May 3, 2024

વરઘોડામાં ડાન્સમાં મશગુલ બનેલ યુવકોને વરઘોડો આગળ જવા દેવા કહેતા ઉશ્કેરાયા : શામળાજીના ખારી ગામમાં 4 યુવકોએ હુમલો કર્યો


હાલ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે ત્યારે કેટલાક લગ્નપ્રસંગોમાં વિવાદ અને ઝગડાની સામાન્ય ઘટનાઓ બનતી રહે છે શામળાજી નજીક ખારી ગામમાં યુવતીના વરઘોડા આગળ ડાન્સ કરવામાં મશગુલ બની યુવકો વરઘોડો આગળ વધવા ન દેતા ભાવનગર જીઈબીમાં નોકરી કરતા યુવતીના જીજાજીએ યુવકોને ડાન્સ પછી કરવાનું કહેતા ડાન્સનું ઝુનુન સવાર 4 યુવકોએ જીઈબીના કર્મચારી પર પથ્થરથી હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કર્મચારીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Advertisement

ભિલોડાના ખારી ગામમાં સાળીના લગ્નમાં વાઘપુર ગામના દિનેશભાઇ લાલજીભાઈ ખરાડી તેમના પરિવાર સાથે આવ્યા હતા તેમની સાળીનો વરઘોડો ગામમાં ફરી પરત ઘર નજીક આવતા વરઘોડામાં ડાન્સ કરતા ખારી ગામના અભિષેક રમેશભા નિનામા, કુલદીપ ભરતભાઈ ગામેતી, ક્રિશ રમેશભાઈ નિનામા અને હાર્દિક ભરતભાઈ નીનામા નામના યુવાનો ડાન્સમાં મશગુલ બની વરઘોડો આગળ વધવા ના દેતા દિનેશભાઇ ખરાડીએ ચારે યુવકોને વરઘોડો ઘરે પહોંચે પછી ડાન્સ કરજો કહેતાની સાથે જ ચારેય યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને દિનેશ ખરાડીને અભિષેક નામના યુવકે પથ્થર મારી અને ચારે યુવકોએ ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા દિનેશભાઇ ખરાડી ફફડી ઉઠ્યા હતા અને શામળાજી પોલીસ સ્ટેશનમાં 4 યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!