29 C
Ahmedabad
Monday, April 29, 2024

Exclusive : અરવલ્લી : મોડાસાના હજીરા વિસ્તારમાં GST ના નામે સરકારને કરોડોનું ચુનો લગાવતા વેપારીઓ, ‘ચિઠ્ઠી’ વ્યવહાર કરી બોગસ બિલિંગને પ્રોત્સાહન..!!.!!


સરકાર દ્વારા GST લાગૂ કરવામાં આવેલું છે, પણ કેટલાય વેપારીઓ ગ્રાહકોને તો છેતરે જ છે સાથે સાથે સરકારને પણ કરોડો રૂપિયાનો ચુના લગાવે છે, પણ જીએસટી વિભાગ ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ છે. તમામ ટેક્સ સરકારે હટાવી દીધા અને એક માત્ર જીએસટી લાગુ કર્યો છે, પણ તેમાંય વેપારીઓ સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવી દેતા હોય અને કરચોરી કરીને લાખો કરોડો રૂપિયાની કમાણી કરીને બ્લેક મની એકઠી કરી દે છે.

Advertisement

કાચના વેપારીએ ‘કાચી ચિઠ્ઠી’ થોંપી દીધી.. !
નિયમ મુજબ જો જીએસટી નંબર હોય તો ટેક્સ ઇનવોઇસ આપવું પડતું હોય છે અને જીએસટી ન હોય તો બિલ ઓફ સપ્લાય અપાય છે, પણ અહીં તો બિલ પર લખેલું હતું કે CASH/DEBIT MEMO આવું તે કેવું બિલ, આમ કરીને લૂંટી લઇને નિયમોની ઐસી કી તૈસી કરીને છેતરપિંડી કરતા હોય છે.

Advertisement

મોડાસાના હજીરા વિસ્તારમાં મોટા પાયે સ્પેર પાર્ટ્સ તેમજ માર્બલ્સ અને હાર્ડવેરની દુકાનોના હોલ સેલર્સ વેપારીઓ છે, જેઓના માલ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પહોંચે છે અને લાખો કરોડો રૂપિયાના ટર્ન ઓવર થતાં હોય છે. આ સાથે જ મોડાસા ટ્રક એસોસિએશનનું હબ માનવામાં આવે છે ત્યારે આ વેપારીઓ માત્ર ચિઠ્ઠી વ્યવહાર કરીને કરચોરીમાં માસ્ટર બની ગયા છે. પણ જીએસટી વિભાગનું ધ્યાન ક્યારે જશે તે એક સવાલ છે.

Advertisement

GST નંબર હોય તો નિયમ શું છે
જે વેપારીઓ પાસે GST નંબર હોય તેમને દુકાન ઉપર GST નંબર લખવાનો હોય છે જેથી ગ્રાહકને ખ્યાલ આવી શકે અને ટેક્સ ઇનવોઇસ બિલ આપવાનું હોય છે પણ કેટલાક દુકાનદારો પાસે GST નંબર હોવા છતાં દુકાનો પર નંબર લખતા નથી અને બિલબૂક પર ટેક્સ ઇનવોઇસ પણ લખેલ હોતું નથી અને માત્ર ચિઠ્ઠી વ્યવહાર કરીને ગ્રાહકોને તો છેતરે જ છે સાથે સાથે સરકારને પણ કરોડો રૂપિયાનો ચુનો લગાવી દેતા હોય છે.

Advertisement

GST નંબર ન હોય તો નિયમ શું છે
જો કોઇ વેપારીનું ટર્ન ઓવર ઓછું થતું હોય તો તેમણે બિલ બૂક પર બિલ ઓફ સપ્લાય લખવું ફરજીયાત હોય છે અને આ બિલ આપવાના હોય છે, પણ આવા વેપારીઓ માત્ર ચિઠ્ઠી પર લખીને સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવી દે છે અને કાળી કમાણી કરી લેતા હોય છે. અહીં વેપારીઓ પાસે ન તો બિલ ઓફ સપ્લાય બૂક હોય છે ન તો ટેક્સ ઇનવોઇસ અને જો હોય તો તેનો ઉપયોગ માત્ર નામ પૂરતો જ થતો હોય છે, જે બ્લેક ને વ્હાઇટ કરવા.

Advertisement

મોડાસા – શામળાજી રોડ પર માઝૂમ નદી પછી હજીરા વિસ્તારોમાં સ્પેર પાર્ટ્સ, માર્બલ્સ, ગાડીઓના કાચના શો રૂમ, ટાયરના શો-રૂમ, સાયકલના શો રૂમ તેમજ અન્ય મોટા શો-રૂમ આવેલા છે, પણ કેટલીય જગ્યાએ જીએસટીના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોય છે અને માત્ર તમામ વ્યવહારો ચિઠ્ઠી પર કરવાની આદત પડી ગઇ છે અને સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનો ચુનો લગાવી દેતા હોય છે. આ સાથે જ સર્વિસ સેક્ટરમાં પણ આ જ હાલત જોવા મળી રહી છે. આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, વેપારીઓ બે બિલ બૂક ધરાવતા હોય છે, જ્યારે જીએસટી રીટર્ન ભરવાનું થતું હોય ત્યારે આ લોકો ડુપ્લિકેટ બિલબૂકમાં જે બિલ ફાળેલા હોય તે નથી બતાવતા અને ટર્ન ઓવર ઓછું કરીને જીએસટીની ચોરી કરીને બોગસ બિલિંગને પ્રોત્સાહને આપે છે.

Advertisement

વેપારીઓ શું કરે છે ?
જો ગ્રાહકને ચિઠ્ઠી આપવામાં આવે તો વેપારીઓ ડરાવતા હોય છે કે, જીએસટી વાળું બિલ લેશો તો આટલો ટેક્સ લાગશે, ફલાણું થશે, આટલો ભાવ વધી જશે, આટલું નુકસાન થશે વગેરે વગેરે અને આખરે ગ્રાહકોને વિશ્વાસમાં લઇને માત્ર ચિઠ્ઠી આપી દેવામાં આવે છે, જેથી તેઓથી કાળી કમાણી કરી લેતા હોય છે અને સાથે સાથે સરકારને કરોડો રૂપિયાનો ચુનો પણ ચોપડી દેતા હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!