25 C
Ahmedabad
Tuesday, May 14, 2024

રેલવે વિવાદ : રેલવે માટે જમીન નહીં આપવાના મક્કમ મનોબળ સાથે મૌન રેલી સાથે કલેક્ટરને આવેદન પત્ર આપતા ખેડૂતો


મોડાસા શામળાજી રેલવે લાઈન અસરગ્રસ્ત ખેડુત સમન્વય સમિતિ એ અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદપત્ર આપી રેલવેલાઇન મૂળ રૂટ પર યથાવાત રાખવા ની માંગ કરી છે. આવેદપત્ર માં અમૂક સ્થાપિત હિતો ના પગલે રેલવે લાઇન નો રૂટ બદલવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વર્ષો થી મોડાસા શામળાજી લાઇન વર્ષો થી ખોંરભે ચડી છે ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં મોડાસા શામળાજી રેલવે લાઈન અસરગ્રસ્ત ખેડુત સમન્વય સમિતિ એ નવા રૂટ નો વિરોધ કર્યો છે. કેન્દ્ર રેલવે મંત્રી ને કલેકટર મારફતે આપેક આવેદન પત્રમાં જણાવ્યુ છે કે અગાઉના સર્વે મુજબ હાલના મોડાસા રેલવે સ્ટેશનેથી સીધા આગળ વધીને લાઈન શામળાજી લઇ જવાની હતી એ રૂટમાં માત્ર 50 જેટલા મકાનો છે. સરકારી પડતર જમીનો પડેલી છે,એ રૂટમાં ખેતી લાયક જમીનો નહિવત માત્રામાં જ સંપાદન કરવાનાં થતા હતા અને રેલવે રૂટની લંબાઈ 165 કિલોમીટર થતી હતી . કેટલાક ડેવલપરને લાભાર્થે આખો રૂટ બદલાયો છે . રૂટ બાબતે જયારે સુનાવણી કરવામાં આવી તો એમાં લોકોને બદલે મોટા ભાગના એસ્ટેટ ડેવલપર અને વેપારીઓને અધિકારીઓ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા . એ લોકોની ભલામણને માનીને રેલવે અધિકારીઓ દ્વારા રૂટ બદલવામાં આવ્યો છે .
આવેદનપત્ર માં કેટલાક મહત્વ ના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે

Advertisement

જેમાં

Advertisement

1. નવા રૂટ માટે આખું રેલવે સ્ટેશન જ નવું બનાવવા માટે મોડાસાથી દૂર જમીન સંપાદન કરવાની થાય

Advertisement

2. નવો જે રૂટ મંજુર કરવામાં આવ્યો એમાં કુલ 401 ખેડૂતોની 94 એકર જમીન સંપાદન કરવાની થાય છે

Advertisement

3. જે ખેડૂતોના ઘર આ તરફ અને જમીન પેલી તરફ હોય તો અવર – જ્વર કરવી મુશ્કેલ બને

Advertisement

4. અરવલ્લીની પહાડીનું વરસાદી પાણી રૂટ પાસે આવીને ઝડપી નિકાસ ના પામે એટલે ઉપરવાસના ખેતરોમાં ભરાઈ રહે તેથી ચોમાસુ પાક નાશ પામે, ચુમાસુ ખેતી મુશ્કેલ બને

Advertisement

5. પાણીની લાઈનો એક તરફથી બીજી તરફ લઇ જવી મુશ્કેલ બને

Advertisement

6. પશુઓની હેરફેર એક તરફથી બીજી તરફ કરવી મુશ્કેલ બને, લાબું અંતર કાપવું પડે

Advertisement

7. આ ગામડાઓની ખેતી અને પશુપાલનની મુખ્ય આવક છે તે ગુમાવવાનો વખત આવે , વળી આ નવા રૂટને કારણ અંતર 16.5 કિલોમીટરથી વધીને 22.5 કિલોમીટર થાય છે

Advertisement

9. અંતર સાથે આખા પ્રોજેક્ટનો ખર્ચ વધે છે જે જનતાના પૈસાનો વેડફાટ છે

Advertisement

10. અંતર વધવા સાથે , કાયમ માટે મોંઘા ભાવના ડીઝલ – વીજળીનો ખર્ચ વધશે

Advertisement

11. બીજ – જરૂરી અંતર લાબું કરવાથી થનારા વધારાના પ્રદુષણને કારણે ગ્લોબલ વોર્મિંગમાં બિન – જરૂરી ઉમેરો થશે જે આજના વિશ્વ સામે સહુથી મોટો પડકાર છે

Advertisement

12. હજારો લોકોની પ્રત્યક્ષ અને પરોક્ષ એવી ખેતી અને પશુપાલન આધારિત રોજગારી નાશ પામશે.

Advertisement

આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે કે નવા બદલે , અને મૂળ રૂટ પર લઇ જવામાં આવે, ખેડૂતો ખેતી અને પશુપાલન ઉપર જ જીવન ગુજારે છે એમના ખેતરોમાંથી રૂટ પસાર કરવાને બદલે મૂળ રૂટ બદલીને હાલના નવા રૂટ પર લાવવા માટેનો કારણો જાહેર કરવામાં આવે , જે અધિકારીઓએ જનતાના નાણાંનો વેડફાટ થાય એવો રૂટ પસંદ કર્યો એના કારણોની પૂરતી તપાસ કરી એમની સામે પગલાં ભરવામાં આવે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!