34 C
Ahmedabad
Friday, May 3, 2024

દર્દીને હોસ્પિટલ લઇ ગયા હોય અને તાત્કાલિક લોહીની જરૂરી પડી, લોહી ક્યાંયથી ન મળ્યું… પણ અહીં કંઇક અલગ થયું, જાણો શું..


સામાન્ય રીતે કોઇ પણ દર્દીને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવે ત્યારે તાત્કાલિક સારવાર તેમજ અન્ય કોઇપણ પ્રકારની અગવડ ઊભી થતી હોય છે જેને કારણ દર્દી પીડાતો હોય છે. પણ કેટલીક વાર કુદરતનો કરીશ્મા થાય છે કે, આવા દર્દીને કોઇ આશા ન હોય ત્યાંથી મદદ મળી જતી હોય છે, બસ કંઇક આવું જ થયું અને દર્દીને નવજીવન મળ્યું. વાત જાણે એમ છે કે, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોયડી ગામના શ્વાસની તકલીફ હતી, અને બ્લડ માત્ર 4 ટકા જ હતું, જેની જાણ દર્દીને ત્રણ દિવસ પહેલા થઇ હતી. દર્દીને 10 મે 2022 ના રોજ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ થકી મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બ્લડ ચઢાવવા માટે મેઘરજથી હિંમતનગર સિવિલ ખાતે ખસેડાયા હતા. હિંમતનગર સિવિલ પહોંચ્યા હતા જ્યાં દર્દીને બ્લડ ચઢાવવાનું હતું પણ બ્લડ બેંકમાંથી બ્લડ લેવા માટે સામે કોઇનું બ્લડ આપવું પડે તેમ હતું અને દર્દીના સગા હાજર નહોતા અને જે સગા હતા તેઓ બ્લડ આપવા તૈયાર નહોતા. ત્યારે આ અંગે 108 ના સ્ટાફને જાણ થતાં મેઘરજ 1 પર ડ્યુટી પર ફરજ બજાવતા પાયલોટ દશરથસિંહ ચૌહાણે તરત જ એક બોટલ બ્લડ આપી દેતા દર્દીનો જીવ બચી ગયો અને 108 એમ્બ્યુલન્સની ટીમએ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Advertisement

સામાન્ય રીતે મેડિકલ અથવા તો એમ્બ્યુલન્સની ટીમ કોઇપણ રીતે દર્દીઓને મદદરૂપ થતી જ હોય છે. કોઇકવાર દર્દીને તાત્કાલિક ઘટનાસ્થળે થી લેવા અથવા તો હોસ્પિટલ પહોંચાડવા, પણ અહીંથી ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમની ત્રીગુણી કામગીરી જોવા મળી દર્દીને ઘરેથી મેઘરજ લાવ્યા અને મેઘરજથી હિંમતનગર અને ત્યારબાદ હિંમતનગર ખાતે બ્લડ આપીને એક ઉત્તમ કામગીરી કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!