37 C
Ahmedabad
Saturday, April 27, 2024

યુવાનો માટે મોટા સમાચાર – તલાટીની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે


એક પછી એક ખાલી પહેલા મહેકમને લઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની અંદર ભરતી પ્રક્રિયા હાથ ધરવાની કામગિરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં તલાટીની ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ પણ યોજવામાં આવશે. તે પ્રકારનું આયોજન કરાયું છે. સરકારી યોજનાઓના 100 ટકા અમલીકરણની તાકીદ કરવામાં આવી છે.

Advertisement

બ્રિજેશ મેરજા દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં સરકારની વિવિધ યોજના અને તેના કાર્યક્રમોનું અમલી કરણ થાય તે માટે રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વિવિધ 17 સંવર્ગની 1321 જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ભરતી પ્રક્રિયાઓ પારદર્શક લેવાય તે અંગેના સૂચનો પણ તેમણે અધિકારીઓને કર્યા હતા. આગામી સમયમાં જલદી જ આ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવશે.

Advertisement

ગાંધીનગરમાં બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પંચાયતની અંદર ચૂંટવામાં આવેલા પદાધિકારીઓને 11 મુદ્દાઓનું માર્ગદર્શન આપ્યું હતું. જેનું મોનિટરીંગ કરવા માટે પણ સ્પસ્ટ સૂચના જિલ્લા અધિકારીઓને આપવામાં આવી છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પણ મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સચિવ પંકજ કુમારે પણ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!