30 C
Ahmedabad
Saturday, May 4, 2024

મોહાલી બ્લાસ્ટમાં મોટો ખુલાસો : પાકિસ્તાન ISIS અને બબ્બર ખાલસાએ કરાવ્યા હતા હુમલા


મોહાલી હુમલામાં પાકિસ્તાન ISIS ના સમર્થનની સાથે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો હાથ છે. આ ખુલાસો પંજાબ પોલીસના ડીજીપી વી.કે ભાવરાએ શુક્રવારના રોજ ચંદીગઢમાં પત્રકાર પરિષદ કરીને કહી હતી. ડીજીપીએ જણાવ્યું હતું કે 2017માં કેનાડા સીફ્ટ થયો હતો લખવીરસિંહ જે આ કાવતરાનો મુખ્ય આરોપી છે. લખવીરસિંહ તરણતારણ નો રહેવાશીછે. એ એક મોટો ગેંગસ્ટર છે અને હરીન્દરસિંહ રિંદાનો નજીકનો સહયોગી છે.

Advertisement

ડીજીપીએ વધુમાં જણાવ્યું કે મોહાલી હુમલામાં અત્યાર સુધી છ આરોપી પકડાયા છે જેમાંથી ત્રણ તરણતારણના નિવાસી છે. ડીજીપીએ જણાવ્યું કે ચઢતસિંહ અને જગદીપ કંગે મોહાલીમાં રેકી કરી હતી અને નિશાનસિંહને પણ કેટલાક તારિકાથી આરોપીઓની મદદ કરી હતી અને આરોપીનું ઈરાદો ફક્ત ડર બનાવવાનો હતો. હુમલામાં ઇસ્તેમાલ આરજીપી રૂસ કે પછી બલગરીયાની હોઈ શકે છે.

Advertisement

કંગને દિલ્હીથી કરવામાં આવ્યો ગિરફ્તાર 

Advertisement

આ પહેલા સ્ટેટ સ્પેશિયલ સેલને જગદીપસિંહ કંગને ગિરફ્તાર કર્યો હતો. કંગને જિલ્લા અદાલતમાં પેશ કરવામાં આવ્યો, જ્યાં અદાલતે તેને 9 દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. બીજી બાજુ ફરીદકોટ પોલીસ દ્વારા પકડાયેલા નિશાનસિંહને સ્પેશ્યલ સેલની ટીમ મોહાલી લઇને આવી હતી. હુમલાને સંબધિત પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા શુક્રવારના આરોપીને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે લઇ ગયા હતા. પોલીસને ઉમ્મીદ છે કે આ કેસને હલ કરવા માટે નિશાનસિંહ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!