34 C
Ahmedabad
Sunday, May 19, 2024

મોડાસા રૂરલ પોલીસનો સપાટો : દહેગામ સાણોદા (ઈન્દીરાનગર) ના બે બુટલેગરોને કારમાં વિદેશી દારૂની ખેપ મારતા ઝડપ્યા,48 હજારનો દારૂ


અરવલ્લી જીલ્લા પોલિસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી કાર, બાઈક અને મોપેડ મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે મોડાસા રૂરલ પોલીસે પુષ્પા સ્ટાઇલ એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ કર્યા પછી મોડાસાના બાકરોલ નજીકથી અલ્ટો કારમાં વીદેશી દારૂની ખેપ મારતા દહેગામ સાણોદા (ઈન્દીરાનગર) ના બે બુટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસે કારમાંથી 48 હજારના દારૂ સાથે 2.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરાતા રાજસ્થાનમાંથી અલ્ટો કારમાં બે શખ્સો વિદેશી દારૂ ભરી મહાદેવગ્રામ તરફથી દહેગામ બાજુ જવાના હોવાની બાતમી મળતા તાબડતોડ મહાદેવગ્રામ નજીક વાહનોનું ચેકીંગ હાથધરી બાતમી આધારિત અલ્ટો કાર આવતા અટકાવી કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ,ક્વાંટરીયા અને બિયરના ટીન નંગ – 264 કીં.રૂ.48 હજારનો દારૂનો જથ્થો જપ્ત કરી કાર ચાલક મુકેશ મંગાજી ઠાકોર અને અલ્પેશ શંભુજી પરમાર (બંને રહે, સાણોદા (ઈન્દીરાનગર), દહેગામ) ને દબોચી લઇ વિદેશી દારૂ, મોબાઈલ અને કાર મળી 2.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન બિંછીવાડા નજીક ઠેકો ધરાવતા જીતુભાઇ (RS) નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!