35 C
Ahmedabad
Thursday, May 2, 2024

મોંઘવારીનો માર રસ્તા પર ઉતર્યો, માલપુરમાં આધેડ રોડ પર સૂઈ જતાં રમૂજ દ્રશ્યો સર્જાયા, લોકોએ પૂછ્યું પોટલીના ભાવ વધ્યા…!!!


ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે તેની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી. કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીને લઇને વિરો પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યારે હવે શ્રમિક લોકો પણ મોંઘવારીનો વિરોધ કરી રહ્યા છે. માલપુર નગરમાં વહેલી સવારે એક એવા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં સ્ટેટ હાઈવે પર શ્રમિક અને છૂટક વસ્તુનુ વેચાણ કરી રહેલા આધેડે મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ હાલ માલપુર નગરના મુખ્ય ચાર રસ્તા પર વહેલી સવારે લોકો માટે એક રમૂજ દ્રશ્યો Live જોવા મળ્યા હતા, જ્યાં વધતી મોંઘવારીને લઇને રોષ ઠાલવી રસ્તા પર સૂઈ ગયો હતો, જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકમુખે એ પણ ચર્ચાઓ ચાલી હતી કે, આધેડ નશાની હાલતમાં હતી, ત્યારે સવાલો એ પણ થાય છે કે, શું દેશી દારૂની પોટલીઓના પણ ભાવ વધ્યા હશે કે શું ?

Advertisement

જ્યારે આધેડ મોંઘવારીને લઇને વધેલા ભાવ ગણાવી રહ્યો હતો ત્યારે સ્થાનિક લોકો પણ પૂછતા હતા કે, પોટલી ?એટલે કે, પોટલીના ભાવ વધ્યા કે, શું તેવી ચર્ચાઓ પણ ચાલતા લોકોમાં રમૂજ જેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, શું માલપુર પંથકમાં દેશી દારૂનું વેચાણ પહેલા કરતા વધ્યું કે શું તે એક સવાલ છે.

Advertisement

માલપુર નગરના મુખ્ય માર્ગ પર આધેડના આ વિરોધને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, સાથે સાથે લોકો માટે સવારના રમૂજ દ્રશ્યો જોવાનો પણ મોકો મળી ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને આધેડનો વિરોધ વ્યાજબી હોવાનું લોકો પણ વાતો કરી રહ્યા હતા કે, ખરેખર મોંઘવારી એ લોકોના જીવન પર માઠી અસર પહોંચાડી છે.

Advertisement

જુઓ Live વીડિયો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!