33 C
Ahmedabad
Saturday, May 18, 2024

Exclusive : PSI બન્યો નકલી મામલતદાર..!! મોડાસા મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી રેકર્ડ ઉભુ કરવા મામલે PSI ની અટકાયત, હજુ કેટલાની સંડોવણી..?


મોડાસા મામલતદાર કચેરીમાં અજાણ્યા ઇસમ આરોપીએ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર મોડાસા કચેરીના દાવા નંબર 689/21 તેમજ મનાઈ હુકમનો પત્ર તથા કચેરીનું લેટર પેડ બનાવી તેમાં માલતદાર મોડાસાના હોદ્દાના ખોટા ગોળ સીક્કા કરી મામલતદાર કચેરી મોડાસાની તરીકેી ખોટી સહિયો કરી ખોટું રેકર્ડ ઉભુ કરવા મામલે પોલિસ તપાસમાં નેત્રમ શખામાં ફરજ બજાવતા તત્કાલિન પીએસઆઈ એચ.એમ.ગઢવીની પોલિસે એટકાયત કરી છે.

Advertisement

CDR રીપોર્ટ અને સર્વેલન્સના આધારે પ્રથમ અટકાય
મોડાસા મામલતદાર કચેરીમાં ખોટી રીતે હુકમો કરીને સરકારી રેકર્ડ ઉભુ કરવા મામલે તારીખ 23-07-2021ના રોજ મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયદ મોડાસા મામલતદાર અરૂણ ગઢવી જાતે ફરિયાદી થયા હતા ત્યારે આ સમગ્ર મામલે મોડાસા ડિવિઝન ડીવાયએસપી ભરત બસિયાએ તપાસ હાથ ધરતા સીડીઆરી સર્વેલન્સમાં પીએસઆઈની સંડોવણી સામે આવતા અટકાયત કરવામાં આવી છે.

Advertisement

PSI પાછળ હજુ કેટલા માથાનો હાથ ?
મામલતદાર કચેરીમાંથી ઉભા કરવામાં આવેલા ખોટા રેકર્ડ અને ખોટી રીતે સરકારી દસ્તાવેજ અને સિક્કાનો દુરુપયોગ કરવા મામલે મોડાસા નેત્રમ શાખાના તત્કાલિન પીએસઆઈની સંડોવણી સામે આવતા પ્રથમ અટકાયત કરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર મામલે પ્રથમિક તપામાં એવું લાગે છે કે, કચેરીમાંથી પણ કોઇકની સંડોવણી હોઇ શકે એમ છે, ત્યારે હજુ કેટલા માથાઓની સંડોવણી છે તે પણ ટૂંક સમયમાં ઉજાગર થાય તો મોટા નામ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

Advertisement

PSI કેવી રીતે કરી શકે ખોટા સિક્કા ?
ખોટા સિક્કા બનાવી ખોટો રેકર્ડ ઉભો કરવા મામલે પીએસઆઈ કેવી રીતે આવી મગજ દોડાવી શકે તે એક સવાલ છે, જેને લઇને હજુ પોલિસની શંકા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ પર છે, જેને લઇને હજુ પણ મોટા નામ બહાર આવી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ટૂંક સમયમાં જિલ્લા પોલિસ તંત્ર આ સમગ્ર રેવન્યુ કૌભાંડ મામલે પર્દાફાશ કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

7 મહિનાની તપાસ આખરે રંગ લાવી !
મોડાસા મામલતદાર કચેરી ખાતેથી ખોટા સિક્કા કરીને ખોટો રેકર્ડ ઉભો કરીને  ખરા રેકર્ડ ઉભો કરવાનું તરકટ રચવામાં આવ્યું હતું, જેની તપાસ છેલ્લા 7 મહિનાથી ચાલતી હતી ત્યારે આ સમગ્ર મામલે પોલિસે ઝીણવટભરી તપાસ કરતા પ્રથમ અટકાયત પોલિસની થઇ છે અને એક પીએસઆઈની અટકાયત થતાં મામલતદાર કચેરીમાં પણ સન્નાટો વ્યાપી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

ભૂતકાળમાં આવા કોઇ ખોટા રેકર્ડ ઉભા થયા હશે કે શું ?
હાલ પ્રથમ કિસ્સો સામે આવતા હવે ભૂતકાળમાં થયેલા ખોટા કેટલાય હુકમ અને અન્ય જમીનને લગતા કેસ તેમજ અન્ય રેવન્યુ કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા ખોટી રીતે કોઇ ખેડૂત પણ બની ગયા હશે કે શું ? શુ ભૂતકાળના અન્ય રેકર્ડની પણ તપાસ કરવામાં આવશે કે શું તે પણ એક સવાલ છે. જ્યારે મેન્યુઅલી કામગીરી થતી હતી ત્યારે કેટલાય આવા કામ થતા હોવાની હવે લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. એટલું જ નહીં જો કોઇ ખોટી રીતે ખેડૂત બની ગયા હોય તો પણ શું ખબર …!

Advertisement

શું હતો સમગ્ર મામલો
મોડાસા તાલુકાના સાકરીયા ગામે ખેતરમાંથી અવર-જવર માટે ખેડૂતો વચ્ચે તકરાર ચાલતી હતી અને જે અંગે અરજી મામલતદાર કચેરીમાં કરવામાં આવી હતી ત્યારે આ અંગે એક અજાણ્યા ઈસમે મામલતદાર તરીકે ખેડૂતે કરેલ રસ્તાના દાવા અંગે ટેલીફોનીક સંપર્ક કરી તેમની તરફેણમાં દાવા નંબર 689/21  નો હુકમ કરવાનું જણાવી ખેડૂત પાસેથી રૂપિયા ખંખેરી લઇ મામલતદાર કચેરીમાં પેંડીંગ પડેલ દાવા બનાવટી મનાઈ હુકમ કરતા અને આ મનાઈ હુકમની કોપી આરપીએડીથી મોકલી આપતા આ અંગે ખેડૂતોએ મોડાસા મામલતદારનો સંપર્ક કરતા તેમને આવો કોઈ મનાઈ હુકમ કર્યો નથી તો મનાઈ હુકમ થયો કઈ રીતે તેની તપાસ કરતા કોઈ અજાણ્યા ઇસમેં મામલતદારના હોદ્દા,સહી,સીક્કાનો ખોટો દુરુપયોગ કર્યો હોવાની જાણ થતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!