30 C
Ahmedabad
Friday, April 26, 2024

લીંબુ સાથે રસપ્રદ વાર્તાલાપ


લેખક – ક્રિષ્ના પટેલ

Advertisement

આમ મોટા ભાગે લોકોને શેનું વ્યસન હોય?

Advertisement

તમાકુ, પાન મસાલા, ગુટકા આ બધા તો ફેમસ વ્યસનો માંથી એક છે પરંતુ ઘણાય વ્યસનો એવા છે કે જેને આપણે બિન્દાસ રીતે લોકો વચ્ચે બોલતા અચકાટ થાય , હું નૈના મારા એક દૂરના કાકાને બોલવાનું વ્યસન છે. જેમ વર્ષમાં તહેવાર આવેને એની એટલુંજ તેઓ ચૂપ રહેતા હશે બાકી બીજા બધા જ દિવસે બોલ બોલ એમને બોલ્યા વગર તો ચેન ન જ પડે. એમાંય મારા માસીને વિચારોનું વ્યસન છે. તેઓ વિચાર વિચાર ન કરે ને તો એમને એક અલગ જ પ્રકારની અકળામણ થાય…

Advertisement

મારા મોટા ભાઈ….! એમને ટેન્સનનું વ્યસન છે. એમના જીવન માં ટેન્સનના હોય તો એમને શાંતિ પડે નઇ…
આવા કેટલાય વ્યસન હોય છે પણ ક્યારે કોઈને લીંબુનું વ્યસન હોય તેવું સાંભળ્યું ?

Advertisement

મને છે એટલે હતું કારણ કે હવે ઘરે લીંબુ આવેતો કદાચ લોકોની બાજ નજર મારા લાવેલા લીંબુ પર પડે અને એને નજર લાગી જાય એમ છે…
મને લીંબુ બહુ વ્હાલું આમ ખુબજ વ્હાલું તમને હું જતાવી શક્તિ નથી.. કોઈ પણ શાક બનાવ્યું હોય લીંબુ વગર તો ન ખાઉં, છાશને પણ મસ્ત લીંબુના રસથી ખાટી કરીને પીવાની ટેવ.. કોઈ પણ જ્યુસ હોય લીંબુ તો નાખ્યા વગર ચાલે નહીં હો… અને શરબત તો હું હાલતાને ચાલતા પીતી…
પેલું કહેવાયને કે જેને તમે સૌથી વધારે પ્રેમ કરો પણ જ્યાંરે જરૂર હોય ત્યારે જ તમારો સાથ ન આપે બસ એવું જ કંઈક મારી સાથે થયું છે…
જુઓ 46℃ ડિગ્રી પાર વાળો ભરપૂર ઉનાળો આવ્યો છે.ત્યારે ફ્રિજની શોભા ઘટી છે.મને એના વગર જરાય ફાવતું નથી. લીંબુ મને તારી બહુ જ કદર છે…લોકો તો ભાવ ખાયજ છે હવે તું પણ ભાવ ખાય છે. તારાથી આ ઉમ્મીદ નહોતી હો લીબું તને ખબર પૈસા પ્રેમ વચ્ચેન હોય હવે માની જા તારો ઈગો બાજુમાં મૂકીને તારો ભાવ ઉતારીને આવી જાને તારી બહુ યાદ આવે છે…

Advertisement

જેમ આપડા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે એ દેશના દરેક નાગરિક સ્વછતા પર ધ્યાન આપીને ગંદકી ફેલાવતા રોકે એટલા માટે છે પરંતુ અહીંયા તદ્દન જુદુ જ જોવા મળે લોકો ગમે ત્યાં કચરો ફેંકી દે એ બધા માટે એક સામાન્ય બાબત છે. પણ કોઈ એક વ્યક્તિ કચરો ઉઠાવીને કચરા પેટીમાં નાખે તો નવાઈ લાગે છે. એમ તમામ મધ્ય વર્ગના વ્યક્તિઓને લીંબુ તારો આ ભાવ જોઈને નવાઈ લાગે છે.

Advertisement

નૈનાનો આ પ્રેમ જોઈ ભાવુક થઇ ગયેલું લીબું બોલ્યું , બસ કર નૈના હવે તારી આ મારા પ્રત્યેની લાગણીઓ હું જીરવી શકું એમ નથી. જો મને આમ તારાથી દૂર રહેવું જરાય ગમતું નથી આ મારી એક મજબૂરી જ સમજી લે રોજ લારીઓમાં બેસી મારી આખોમાં તારા માટે વિરહના આસું સરી પડે છે. જો સાંભળ ક્યાંક મારુ વાવેતરમાં નુકસાન ગયું છે તો ક્યાંક કોઈક બીજી અડચણ આવીને ઉભી છે શું કરું તારી જેમ હું પણ રાહ જોઈને બેઠી છું ક્યારે લોકોને થયેલી મારી કદરથી એક ઈજ્જત સાથે હું દરેકના ઘરના ફ્રિજની શોભા વધારું….! એ નૈના પેલ્લી વાત તે સાંભળી હશે ” સૌ સારા વાના થશે ” બસ તો પછી…….!!

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!