39 C
Ahmedabad
Monday, May 6, 2024

અરવલ્લી : ધનસુરા હાઈવે પર આલમપુર નજીક ટ્રિપલ અકસ્માત, 2 લોકો આગમાં ભડથું, 2 ઈજાગ્રસ્ત, આગનો Video જુઓ


રાજ્યમાં વાહનચાલકો બેફામ વાહન હંકારતા સતત ગમખ્વાર અકસ્માતની ઘટનાઓમાં માનવ જીંદગી હોમાઈ રહી છે મોડાસા – ધનસુરા હાઇવે પર ઓવરટેક કરવાની લાહ્યમાં ત્રણ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકમાં કેમિકલ ભરેલું હોવાથી ધડાકાભેર અવાજ સાથે ભીષણ આગ લાગતા ત્રણે ટ્રક આગની લપેટમાં આવી ગયા હતા, જેમાં બે લોકો ભડથું થઇ ગયા જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.  ભીષણ આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અકસ્માત નજીક એક વ્યક્તિ સળગતી હાલતમાં ખેતરમાં આળોટતા અરેરાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
આલમપુર ગામ નજીક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ વડા સંજય ખરાત તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાને પગલે મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

Advertisement

મોડાસા – ધનસુરા હાઈવે પર સર્જાયેલા અકસ્માતને પગલે મોડાસા-અમદાવાદ અને નડિયાદને જોડતા આ હાઇવે પર 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસતંત્ર ખડેપગે ઉભા રહી વાહનવ્યહાર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો. સવારે 10 વાગ્યાની આસપાસ સર્જયેલ ટ્રિપલ અકસ્માતમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ બપોરે આગ પર કાબુ મેળવ્યો હતો ત્રણે ટ્રક આગમાં ખાખ થઇ ગઈ હતી ટ્રકમાં કેમિકલ ભરેલ હોવાથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ઘટનાસ્થળેથી લોકોના ટોળેટોળા દૂર કરવા સમજાવટ પૂર્વક કાર્યવાહી કરી હતી.

Advertisement

અકસ્માતમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિઓની ઓળખ થઇ શકી નથી, જેઓની ઓળખ કરવાની તજવીજ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

મોડાસા – નડિયાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા ભિષણ આગ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!