30 C
Ahmedabad
Thursday, May 2, 2024

અટલ થીન્ક પ્રોનર-૨૦૨૨ માં તત્વ કોલેજ ,મોડાસા ના પ્રોફેસરની પસંદગી થઈ


તત્વ ઈજનેરી કોલેજ, મોડાસાના સિવિલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરશ્રી એસ.એ. ખાનની ભારત સરકારના નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશન દ્વારા પ્રેરીત “મેન્ટર ઑફ ચેન્જ”પ્રોગ્રામ માં મેન્ટર તરીકે પસંદગી થવા પામી છે.

Advertisement

મેન્ટર ઑફ ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ને પ્રોજેક્ટ લક્ષી માર્ગદર્શન અને તકનિકી જ્ઞાન પૂરું પાડવામાં આવે છે અને જે માટે સ્કૂલોને બે વર્ષ માટે મેન્ટર પુરા પાડવામાં આવે છે અને જે તે મેન્ટર સ્કૂલોમાં અટલ લેબ ડેવલોપ કરાવી તેની દેખરેખ પણ રાખે છે અને અટલ લેબ માં ઉભી થતી સમસ્યાનું નિરાકરણ તકનિકી જ્ઞાન થકી દૂર કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થી સાઇન્ટીસ્ટ બની શકે.અર્થાત્ ઇનોવેટર્સ(સંશોધક) માથી એન્ટરપ્રિન્યોર (ઉદ્યોગસાહસિક) બનવામાં મદદરૂપ થઈ શકે છે.

Advertisement

તત્વ કોલેજ ના પ્રોફેસર ખાન ને “આનંદ નિકેતન સ્કૂલ” મણીનગર, અમદાવાદ તથા “કે.આર.પટેલ અને એમ.એમ. પટેલ સાર્વજનિક સ્કૂલ”, ગાંધીનગર એમ સ્કૂલ ફાળવવામાં આવી છે. જે તત્વ પરિવાર માટે ગૌરવની વાત છે.

Advertisement

અટલ થીન્ક પ્રોનર-૨૦૨૨ માટે પ્રોફેસર ખાનની પસંદગી થવા બદલ તત્વ કોલેજ ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જયદત્તસિંહ પુવાર, પ્રિન્સીપાલ શ્રી ડૉ.કિરણ દરજી તત્વ પરિવાર ના તમામ સભ્યોએ પ્રોફેસર ખાનને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!