32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

અરવલ્લી : ગુજરાત ભારતનું ગ્રોથ એંજીન પર મોડાસામાં BJP આર્થિક સેલ દ્વારા પરિચર્ચા કાર્યક્રમ રવિવારે યોજાશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ભાજપ 150 વિધાનસભા બેઠકો પર કબ્જો કરવા તાડામાર તૈયારીઓ અને એડીચોટીનું જોર લગાવી રહ્યું છે અને કમલમ સહીત સમગ્ર રાજ્યમાં સતત ચૂંટણી લક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે અરવલ્લી જીલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે ત્યારે ભાજપે ત્રણે બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લેવા તાડામાર તૈયારીઓ હાથધરી છે જીલ્લામાં વિવિધ મોરચા અને સેલ પણ સક્રિય થયા છે ત્યારે જીલ્લા આર્થિક સેલ દ્વારા મોડાસાની સહયોગ ચોકડી નજીક આવેલ હોટલમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન પર પરિચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

Advertisement

મોડાસા શહેરના સહયોગ બાયપાસ ચોકડી નજીક આવેલી ખાનગી હોટલ ખાતે રવિવારે ગુજરાત ભારતનું ગ્રોથ એંજીન પર પરિચર્ચા યોજવામાં આવી છે જેમાં મુખ્ય વ્યક્તા તરીકે પૂર્વ સંયોજક બૌદ્ધિક સેલ ગુજરાત પ્રદેશના જયેશ વ્યાસ ઉપસ્થિત રહેશે તેમ આર્થિક સેલના સંયોજક કમલેશ પટેલે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને જીલ્લા મહામંત્રી અને આ જીલ્લાના બુદ્ધજીવી લોકો પણ ઉપસ્થીત રહેશે તેમ આર્થિક સેલના સહ સંયોજક હર્ષદ દોષીએ માહિતી આપી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!