32 C
Ahmedabad
Sunday, April 28, 2024

Impact : ખાણખનીજ વિભાગનો સપાટો, સાઠંબા પંથકમાં ખનીજ વહન કરતા 5 વાહનો સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામ નજીક આવેલ કવોરી ઉદ્યોગને પ્રશાસનના ચાર હાથ હોવાની બૂમો વચ્ચે મેરા ગુજરાતે અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્ર જાગ્યું અને ગેરકાયદે વહન કરતા વાહનો પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ખનીજ વહન કરીને સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવતા ખનીજ ચોરો પર ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરીને 5 વાહનો જપ્ત કરીને 1 કરોડનો મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મળી છે.

Advertisement

અરવલ્લી જિલ્લા જિલ્લા ખાણ ખનીજ કચેરીની ટીમ દ્વારા 27/05/2022 ના રોજ બાયડ તાલુકામાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જ્યાં સાઠંબા પાસે બ્લેકટ્રેપ ખનિજ ગેરકાયદેસર વહન કરતાં કુલ 02 ડમ્પર જપ્ત કર્યા હતા, જે પૈકી 1 ડમ્પરમાં રોયલ્ટી વિના અંદાજે 37 મેટ્રિક ટન અને 1 ડમ્પરમાં અંદાજે 9 મેટ્રિક ટન વજન વાહનની ક્ષમતા કરતા વધુ વજનનું ખનીજ ગેરકાયદેસર વહન કરવા બદલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સાથે જ 1 વાહનમાં 08 મેટ્રિક ટન વજન વાહનની ક્ષમતા કરતા વધુ વજનનું સાદી રેતી ખનીજ ગેરકાયદેસર વહન કરવા બદલ જપ્ત કર્યું છે.

Advertisement

Advertisement

આ સાથે જ ગેરકાયદેસર માટી વહન ની ફરિયાદ મળતાં સ્થળ તપાસ આધારે 02 ટ્રેક્ટર જપ્ત કરી બાયડ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગે 5 વાહનો મળી કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અંદાજે રૂ.5 લાખ જેટલી દંડકીય રકમ વસુલવાની કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામ નજીક આવેલ કવોરી ઉદ્યોગને પ્રશાસન દ્વારા જાણે છૂટો દોર આપી દીધો હોય એ અંગે મેરા ગુજરાતે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેમં બેફામ- ગેરકાયદેસર- આડેધડ જાહેર રસ્તા ની બિલકુલ બાજુ માં ખોદકામ કરી દેવામાં આવતા ખૂબ જ જોખમ ભર્યું હતુ. જાહેર રસ્તાઓ થી અંતર રાખ્યા વગર ખોદકામ, એક સથે 400-500 હોલનુ બ્લાસ્ટિંગ, રસ્તાની બાજુમાં ખુલ્લા ખાડા(ખાણ) ઉપર કોઈપણ પ્રકારનું તાર ફેન્સીંગ નહીં, રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું પાણીનો છંટકાવ નહીં, દિવસમાં એક જ વાર રોયલ્ટી કાઢ્યા પછી આખો દિવસ એક જ રોયલ્ટી ચલાવવાની( રોયલ્ટી ચોરી) સરકારી તિજોરીઓ માંથી લુટ, અરવલ્લી જિલ્લામાં સૌથી મોટામાં મોટું કૌભાંડ રોયલ્ટી ચોરીનું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!