32 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાયડ ખાતે પોલિસ આવાસનું કર્યું ઇ-લોકાર્પણ


અરવલ્લી જિલ્લામાં 6.29 કરોડના ખર્ચે તૈયાર થયેલા પોલિસ ક્વાર્ટર્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા છે.  નડિયાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના 25 જેટલા જિલ્લામાં પોલિસ આવાસ તેમજ પોલિસ સ્ટેશનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પોલિસ આવાસ અને બાયડના સાઠંબામાં તૈયાર થયેલ પોલિસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલિસની કામગીરીને બિરદાવી હતી અને સતત પરિવારથી દૂર રહીને તહેવારોને પણ ઉજવી શકતા નથી ત્યારે તેમની કામગીરીની પ્રસંશા કરી હતી. આ સાથે જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પોલિસના જવાનોના બાળકો માટે સરકારી યોજનાઓ અંગે પણ જાણકારી આપી હતી.

Advertisement

બાયડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ, બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા,, આ સાથે જ ડીવાયએસપી ભરત બસિયા અને એન.વી. પટેલ સહિત પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!