42 C
Ahmedabad
Saturday, May 18, 2024

સામાન્ય અદાવત સંદર્ભે મારામારી ભિલોડાના કુંડોલપાલ ગામમાં ગડદાપાટુનો માર મારતા મામલો ગરમાયો


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામમાં લગ્નના વરધોડા દરમિયાન સામાન્ય બોલાચાલી દરમિયાન આરોપીઓએ અદાવત રાખીને અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર મારતા મામલો ગરમાયો હતો.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

કુંડોલપાલ ગામમાં રંજનબેન વિશ્રામભાઈ ડામોરના ધરે લગ્નના વરધોડામાં થયેલ બોલચાલી બાબતે ૮ માસનો ગર્ભ ધરાવતી ગર્ભવતી મહિલાને અદાવત રાખીને હુમલાખોરોએ મારતા મહિલાને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.ભિલોડા પોલીસ સ્ટેશનના આધારભૂત સુત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કુંડોલપાલ ગામના ડામોર વિજય ચંદુભાઈ,ડામોર લક્ષ્મણભાઈ સુરજીભાઈ,સુશીલાબેન સુરજીભાઈ ડામોર,નિરૂબેન ચંદુભાઈ ડામોર સહિત અન્ય હુમલાખોરોએ અદાવત સંદર્ભે એક સંપ થઈ ગર્ભવતી મહિલા શિવાંગી બિપિનભાઈ ડામોરના પતિને કહ્યું કે સગાઈમાં કેમ આવેલ નહીં,તેમ કહીં તેમની ફેટ પકડીને જમીન પર નીચે પાડીને ગડદાપાટુનો માર મારતા – મારતા ગર્ભવતી મહિલાને માર માર્યો સાથે-સાથે હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો. કુંડોલપાલ ગામની શિવાંગી ડામોરએ હુમલાખોરોએ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!