43 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : દવાખાનું નવુ બનાવવાની માંગ સાથે જનાલી ગામે ગ્રામજનો ભૂખ હડતાળ પર બેઠા


ભિલોડા તાલુકા ના જનાલી ગામે આજથી મહિલાઓ અને પુરૂષો એ ભૂખ હડતાળ  પર બેઠા

Advertisement

સ્થાનિક હોદ્દેદારો દ્વારા જ્નાલી ગામમાં મંજુર થયેલા દવાખાનાને રાજ્કારણ નો રંગ આપવામાં આવ્યો.

Advertisement

ભાજપ અને કોંગ્રેસ ના સ્થાનિક આ વિસ્તારના હોદ્દેદારોનો રાજકીય રોટલો શેક્વાનો પ્રયાસ.

Advertisement

જીલ્લા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનાલી ગામ અને આસપાસના ગરીબ અને પછાત વર્ગ માટે લોકોને આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે તેવા આશયથી ૨૦૧૫ માં જનાલી ગામ ખાતે એક P.H.C સરકારી દવાખાનાની મંજુરી આપવામાં આવી હતી જેનો ગ્રામ પંચાયત દ્વારા બહુમતીથી આ અંગેનો ઠરાવ કરી જીલ્લા પંચાયત ને સુપરત કરવામો આવેલો હતો પરંતુ જનાલી ગામમાં મંજુર થયેલ દવાખાનાની જગ્યા 2500 ચો.મી ની હોય સૌ પ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા ગામતળની જમીનની તપાસ કરતા ગામતળની જમીનમાં આજુબાજુ વસવાટ કરતા કેટલાક લોકો દ્વારા આ જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યુ હતું જેથી પંચાયત દ્વારા આ દબાણને ખુલ્લુ કરવામાં આવ્યુ હતું. દબાણ ખુલ્લુ થતા દવાખાનાના બાંધકામ માટે 2500 ચો.મી જમીન જનાલી ગામ પાસે ગામતળની જમીન ખુલ્લી હોવાથી આરોગ્ય વિભાગે સરકારી રેકર્ડ ઉપર તેના નામે લઇ જઇ જનાલી હેલ્થ સેંટર ના મેડિકલ ઓફીસરને સર્કલ એ કબજો સુપરત કરેલ.

Advertisement

ઉપરોક્ત માહિતી પ્રમાણે જનાલી ગામમાં મંજુર થયેલ દવાખાનાની ગામતળની ૨૫૦૦ચો.મી જમીન ગામ પાસે હોવા છતાં દવાખનાની મંજુર થયેલ જમીનની આસપાસ વસવાટ કરતા લોકોએ આરોગ્યના નામે થયેલ જમીનમાં ધાર્મિકતાનો મુદ્દો આગળ લાવી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ ના તાલુકાના, જીલ્લા ના તથા સાંસદ સહિત લોકોએ રાજકીય રોટલો શેકવા આ જગ્યા ઉપર બાજુમા વસવાટ કરતા લોકોને આ જગ્યા ઉપર ધાર્મિક બાંધકામ કરવા માટે પ્રોત્સાહન આપી છેલ્લા સાત (7) વર્ષ થી ભાજપના ગઢ સમાન જનાલી ગામમાં મંજુર થયેલા સરકારી દવાખાનાને રાજકીય રંગ નો ઓપ આપ્યો છે. જે આજ્દીન સુધી આ કોયડો વણઉકેલ જ રહ્યો છે. ગરીબોના આરોગ્યની સુવિધાને ધ્યાને લઇ જનાલી ગામમાં મંજુર થયેલા દવાખાનાના બાંધકામમાં રાજકારણનો હાથ હોવાથી બેદરકારી ના કારણે સરકારી તંત્ર બાંધકામ માટે નિર્ણય લઇ શક્યુ નથી. જનાલી ગામની ગામતળની જમીન આરોગ્યના નામે થઇ ગયેલી જમીન પર દવાખાનુ ના બને અને આજુબાજુ વસવાટ કરતા લોકોને ધાર્મિકતાનો મુદ્દો નડે છે તેવુ બહાનુ બતાવી અન્ય જગ્યાએ આ દવાખાનુ ખસેડવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં રાજકીય સ્થાનીક હોદ્દેદારો અગ્રેસર રહ્યા છે.

Advertisement

આ વિસ્તાર ના ગરીબ અને પછાત વર્ગના લોકોની સુવિધાનો લાભ છીનવાઇ ન જાય તેવા ઉમદા આશયથી જનાલી ગ્રામજનો લોક કલ્યાણ હિતાર્થે એકસંપ થઇ 29-05-2022 ને રવિવાર સવારે 8 વાગ્યા થી અનિચ્ચિત મુદત ની ભુખ હડતાળ ઉપર ઉતરવાના છે તેવુ આવેદન પત્ર જીલ્લા કલેક્ટર ને તા- 25/05/2022 ના રોજ આપી તા- 29/05/2022 થી ભુખ હડતાળ ઉપર ઉતરેલ છે . જો આ અંગે બીજી વાર કરવામા આવેલ દબાણ સરકાર ધ્વારા ખુલ્લુ કરી ફેંસિંગ વાડ કરી દવાખાનાનુ બાંધકામ સરકારી તંત્ર ધ્વારા સત્વરે શરુ કરવામાં નહિ આવે તો આ ગામના લોકો અનિચ્ચીત મુદતની ભુખ હડતાળ ઉપર બેસવાની તૈયારી બતાવેલ છે. વર્તમાન સરકાર ના હોદ્દેદારો દ્વારા વિકાસના કામમાં પોતાના અંગત સ્વાર્થના લીધે જે અડચણ ઉભી કરી છે તેના કારણે ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ માટે લોકોએ મંજૂર થયેલ જગ્યા ઉપર P.H.C સેંટર બને તે માટે આરોગ્ય વિભાગ સમક્ષ તેમજ રાજ્કીય નેતાઓ સમક્ષ વારંવાર મૌખિક તેમજ લેખિતમાં આ મુદ્દો રજુ કરી ચુક્યા છે. છતાં આ મુદ્દો વર્તમાન સમયમાં ભારત મજબુત લોક્શાહી ધરાવતો દેશ હોવા છતાં આ વિસ્તારની લોક કલ્યાણની જવાબદારી જેને સોંપવામો આવી છે તેવા પ્રજાનુ પ્રતિનિધિત્વ કરતા રાજકીય હોદ્દેદારો અને સરકારી તંત્રની બેદરકારીના કારણે આ દવાખાનાના બાંધકામનો પ્રશ્ન આજદિન સુધી ઉકેલવામાં નિષ્ફળ પુરવાર થયેલ છે . જેના કારણે જનાલી ગામના લોકોએ લોક કલ્યાણ નો રસ્તો જાતેજ સિધ્ધ કરી બતાવવાનો અંતિમ નિર્ણય લીધો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!