31 C
Ahmedabad
Monday, May 6, 2024

BREAKING: DGP આશીષ ભાટીયાને 8 મહિનાનું એકશટેન્શન તો સંજય શ્રીવાસ્તનને DGP બનવામાં જોવા પડશે રાહ


રાજ્ય સરકારે વર્તમાન ડી.જી.પી. આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું છે, જેને લઇને સંજય શ્રીવાસ્તવને ડી.જી.પી. માટે રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. ભારતીય પોલીસ સેવાના 1985 બેચના અધિકારી અને ગુજરાતનો ટોપ મોસ્ટ સિનિયર અઘિકારી આશીષ ભાટીયા ડીજીપીના પદ ઉપરથી તા 31મી મેના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં હતા, પરંતુ કેન્દ્રીય ગૃહ વિભાગે આશીષ ભાટીયાની નિવૃત્તીની મુદત આઠ મહિના વધારી આપી છે, હમણાં સુધી ગુજરાતના ડીજીપીને મળેલા એકશટેન્સમાં સૌથી લાંબી મુદત આશીષ ભાટીયાને મળી છે. જેનો અર્થ ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચુંટણી થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી આશીષ ભાટીયાની રહેશે.

Advertisement

આશિષ ભાટિયાને એક્સ્ટેન્શન મળતા અમદાવાદ પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હવે રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 1987 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી ડીજીપી બને તેવી પુરી શકયતા હતી, શ્રીવાસ્તવ સ્વભાવે મૃદુ અને તમામ સ્શિતિમાં અનુકુળ આવે તેવા અધિકારી છે, પરંતુ તેઓ ડીજીપી બને નહીં માટે છેલ્લાં લાંબા સમયથી ચોક્કસ લોબી તેમના વિરોધમાં પ્રચાર કરી હતી, જો કે સંજય શ્રીવાસ્તવના નિર્ણયમાં થયેલી ભુલો માટે તેમના નજીકના વધુ જવાબદાર છે જેમની ઉપર તેઓ આંધળો ભરોસો મુકી રહ્યા છે. ભારતીય પોલીસ સેવામાં જોડાયેલા કોઈ પણ અધિકારીનું એક સ્વપ્ન તો ચોક્કસ હોય છે કે તે પોલીસના સર્વોચ્ચ પદ ડીજીપી સુધી પહોંચે, પરંતુ હવે આશીષ ભાટીયાને એકશટેન્શન મળતા આઠ મહિના સુધી સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનવા ઉપર બ્રેક વાગી છે સંજય શ્રીવાસ્તવ એપ્રિલ 2023માં નિવૃત્ત થાય છે પરંતુ આઠ મહિનાની મુદત વધતા હવે ભાટીયાજી 31 જાન્યુઆરી 2023 સુધી ડીજીપી રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!