30 C
Ahmedabad
Thursday, May 2, 2024

સાબરકાંઠા : SOGની નાકાબંધી કરતી ખાનગી ગાડીઓને કાર ટક્કર મારી ફરાર, બુટલેગરોની કારનું ટાયર ફાટતા ઝડપાયા, 11 સામે ફરિયાદ


સાબરકાંઠા જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ નાના-મોટા વાહનો મારફતે દારૂ ઠાલવી રહ્યા છે જીલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ ઠેર ઠેર દારૂનો વેપલો અને હેરાફેરી કરી રહ્યા છે સાબરકાંઠા એસઓજીએ ખેડભ્રહ્મા નજીક ખાનગી વાહનો મારફતે નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કારે ખાનગી વાહનોને ધડાકાભેર ટક્કર મારી નાકાબંધી તોડી કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સદનસીબે બુટલેગરોની કારનું ટાયર ફાટતા ઝડપાઇ જતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો એસઓજી પોલીસે કારમાંથી 1.33 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કરી ઇડરના બે બુટલેગરોની ધરપકડ કરી પ્રોહીબીશનની હેરાફેરીમાં સંડોવાયેલ 9 બુટલેગરો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

 

Advertisement

સાબરકાંઠા એસઓજી પોલીસે ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા અને વાહનોનું ચેકીંગ હાથધરાતા ખેડવા તરફથી આવતી સ્વીફ્ટ કારને અટકાવવાનો પ્રયત્ન કરતા કારમાં વિદેશી દારૂની ખેપ મારી રહેલા બુટલેગરે પોલીસની ખાનગી ગાડીઓને ટક્કર મારી કાર વીજળી વેગે હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનમાં પીછો કરતા દારૂ ભરેલી કારનું ટાયર ફાટી જતાં ગાડીના ચાલક વિજય હનુમાનજી ઓડ, રહે. દલીતનગર, ઔડ વાસ, ઇડર તથા તેની સાથેના પિયુષભાઇ અમરતભાઈ ભીલ રહે. રામદ્વારા ઘાંટી રોડ, ઇડરનાઓને પકડી ગાડીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બિયર પેટી નંગ-24 માં કુલ બોટલ તથા ટીન નંગ-684 કિ.રૂ. 1,33,860 /-તથા આરોપીઓ પાસેથી 3 મોબાઇલ કુલ-૦૩ કિ ૩,૦૦૦/- તથા મારૂતી સ્વીફ્ટ ગાડી કિ.રૂ. 200000/- મળી કુ 3,36,860 જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

પકડાયેલ આરોપીઓ

Advertisement

1) વિજય હનુમાનજી ઓડ, દલીતનગર, ઑડ વાસ, ઇડર

Advertisement

2) પિયુષભાઈ અમરતભાઇ ભીલ રહે. રામધ્વારા, ઘાંટી રોડ, ઇડર

Advertisement

દારૂની હેરાફેરી અને વેપલામાં સંડોવાયેલ બુટલેગરો 

Advertisement

(1) પ્રવિણ હણઝારાજી વણઝારા, ડોક્ટર હાઉસ પાછળ, ઈડર
(2) બોડો ઉર્ફે જયંતી હણઝારજી વણઝારા, ઇડર
(3). અકકુ ઉર્ફે આકાશ મોતીજી વણઝારા. ઇડર
(4) લલિત નાથુજી ખટિક, રાજસ્થાન
(5) નાથુંલાલ હીરાલાલ ખટિક, રાજસ્થાન
(6) જીતુ, રાજસ્થાન
(7)પંકજસિંહ ઉર્ફે ડીએસપી તખતસિંહ ચૌહાણ, હિંમતનગર
(8) અમરસિંહ જીતેન્દ્રસિહ ઝાલા, કઠવાડિયા તા.હિંમતનગર
(9) રાજુસિહ વિનુંસિંહ ઝાલા, કઠવાડીયા
(10) રાજેન્દ્રસિંહ મેતુભા ઝાલા, વડાલી
(11) કમલસિંહ ભુપેન્દ્રસિંહ રહેવર, વડાલી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!