33 C
Ahmedabad
Saturday, May 18, 2024

દોઢ કરોડના ખર્ચે સાત વર્ષ પહેલા બનેલુ ધૂળ ખાતુ ગારિયાધારનું માર્કેટીંગ યાર્ડ


હાલ માં ગારિયાધારમાં એક કરોડથી વધુના ખર્ચે ખેડૂતોને ઘરઆંગણે જ સુવિધા મળી રહે તે માટે માર્કેટયાર્ડ બનાવવામાં આવ્યુ પણ ગમે તે કારણો હોય ખેડૂતોને ઉપયોગી બનાવવામાં કોઇને રસ હોય તેમ લાગતુ નથી.મગફળી અને કપાસ ઉત્પાદનમાં ગારિયાધાર તાલુકો અગ્રેસર છે પણ માલનું માર્કેટ યાર્ડ શરૂ કરવા ઘણા પ્રયત્નો કર્યા વેચાણ કરવા બીજા તાલુકામાં અથવા જિલ્લા મથકે જવુ પડે છે.

Advertisement

ગારીયાધાર માર્કેટિંગ યાર્ડ 1991માં બન્યુ યાર્ડની અંદર સાતેક વર્ષ પહેલા બે શેડ દિવાલ ગેટ અંદાજે 1 કરોડ 40 લાખનાં ખર્ચે ગારીયાધાર શહેરનાં નવાગામ રોડ પર ખેડુતો પોતાનો પાક વહેચી શકે તે માટે વર્ષો પહેલાં માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યુ છે પરંતુ હજુ સુધી આ યાર્ડ ખેડુતોને ઉપયોગમાં આવ્યુ નથી.ગારીયાધાર શહેરમાં મુખ્ય ઉધોગ હિરા તેમજ ખેતી પર લોકો નભે છે.માર્કેટિંગ યાર્ડમાં ભાજપ, કોગ્રેસ બંને પક્ષો દ્વારા શાસન કરવામાં આવ્યુ છે પરંતુ કોઇ પક્ષ દ્વારા આ માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવામાં આવ્યુ નથી.માત્ર દર વર્ષે મગફળી ટેકાનાં ભાવે ખરીદી કરે છે. આ વર્ષે ગારીયાધાર પંથકમાં કપાસનુ વાવેતર 27306 હેક્ટર,મગફળી 6197 હેક્ટરનું વાવેત૨ થયેલ છેજેથી માર્કેટિંગ યાર્ડ ચાલુ ન હોવાથી ખેડુતોને મુશ્કેલી પડી રહી છે. વર્ષોથી અન્ય તાલુકામાં તેમજ જિલ્લા મથકે પાકનુ વેચાણ કરવા જવુ પડે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!