36 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : મોંઘવારીના વિરોધમાં CPM ની મોડાસામાં સુત્રોચ્ચાર સાથે રેલી, 10 કાર્યકરોની અટકાયત


સમગ્ર દેશમાં મોંઘવારી વધી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પછી હવે સીપીએમ દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવી રહી છે, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી, અને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સીપીએમ પક્ષ તરફથી પક્ષની કેન્દ્રીય સમિતિ તરફથી આદેશ કર્યા મુજબ 25 થી 31 તારીખ સુધી મોંઘવારીના વિરોધમાં કેન્દ્ર સરકારની નીતિઓને મોંઘવારીના વિરોધમાં જુદા જુદા કાર્યક્રમોનું આહવાન કરવામાં આવ્યું હતું, તેના અનુસંધાને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મોંઘવારીના વિરોધમાં દેખાવો યોજાયા હતા. દેખાવો કરવા માટે પક્ષની ઓફિસથી ચાર રસ્તા સુધી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ ચાર રસ્તા પહોંચ્યા હતા અને ચાલતા જઈ દેખાવો યોજવામાં આવ્યા હતા. રેલી યોજી વિરોધ કરતા મોડાસા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં પક્ષના જિલ્લા મંત્રી ડી.આર.જાદવ, છગનભાઈ ભગોરા, રાજાભાઈ ડામોર, ભલાભાઇ ખાંટ, રાકેશભાઈ, પીન્ટુભાઇ તેમજ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી જિલ્લા કન્વીનર કવન તેમજ નીતિશ સહિત કિસાન આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!