33 C
Ahmedabad
Monday, May 6, 2024

દેશમાં વર્ષો પછી શાસનમાં બદલાવ લાવવાળી સરકાર મળી : મુખ્યમંત્રી


કેન્દ્ર સરકારના 8 વર્ષ પુર્ણ થતા ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારને કેન્દ્રમાં 8 વર્ષ પુર્ણ થવા બદલ વડાપ્રધાનને અભિનંદન. આઠ વર્ષના સાશનમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ બદલાતો દેખાઇ રહ્યો છે.

Advertisement

દેશમાં વર્ષો પછી શાસનમાં બદલાવ લાવવાળી સરકાર મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સેવાભાવ,સુશાસન,ગરિબનુ કલ્યાણ,યુવાનોને દિશા આપવી જેવા નિર્ણય કર્યા.ઉજાલા યોજના હેઠળ 36 લાખ એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરવામાં આવ્યું. કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા સિધા ખાતામાં જમા કરાવવામાં આવે છે.

Advertisement

ગામડામાં રહેતા બહેનોને ધુમાડાથી મુકતી આપી બીમારીમાથી દુર કરવા આશરે 12 કરોડ બહેનોને વિનામુલ્યે એલપીજી ગેસના કનેકશન આપ્યા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના દરેક વ્યકિત અને દરેક ક્ષેત્રને ધ્યાને રાખી આવરી યોજનાની જાહેરાત કરી છે. જલ જીવન મિશન અંતર્ગત પાછલા ત્રણ વર્ષમાં 6 કરોડ 30 લાખ ઘરોમાં નલથી જળ પહોચાડવામાં આવ્યું છે.દરેક ઘરને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની સરકારમાં સ્થિર સરકાર,સ્પષ્ટ નીતી અને સાફ નીયત વાળી ભાજપની સરકાર મળી છે. ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.

Advertisement

આ પ્રસ કોન્ફરન્સમાં પ્રદેશના મહામંત્રીઓ, પ્રદિપસિંહ વાઘેલા,  વિનોદભાઇ ચાવડા અને પ્રદેશના પ્રવક્તા યમલભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!